________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચતુર્દશ ગુણસ્થાનાધિકાર
૪૦૩ છે અને તેની જ અવસ્થાને સયોગકેવળી ગુણસ્થાન કહે છે.
વિશેષ:- તેરમા ગુણસ્થાનમાં જે પંચાસી પ્રકૃતિઓની સત્તા કહેવામાં આવી છે, તે તો સામાન્ય કથન છે. કોઈ કોઈને તો તીર્થંકર પ્રકૃતિ, આહારક શરીર, આહારક અંગોપાંગ, આહારક બંધન, આહારક સંઘાત સહિત પંચાસી પ્રકૃતિઓની સત્તા રહે છે, પણ કોઈને તીર્થંકર પ્રકૃત્તિની સત્તા નથી હોતી, તો ચોરાસી પ્રકૃતિઓની સત્તા રહે છે અને કોઈને આહારક ચતુષ્કની સત્તા નથી રહેતી અને તીર્થંકર પ્રકૃતિની સત્તા રહે છે અને કોઈને આહારક ચતુષ્કની સત્તા નથી રહેતી અને તીર્થંકર પ્રકૃતિની સત્તા રહે છે તો એકાસી પ્રકૃતિઓની સત્તા રહે છે, તથા કોઈને તીર્થંકર પ્રકૃતિ અને આહારક ચતુષ્ક પાંચેની સત્તા નથી રહેતી, માત્ર એંસી પ્રકૃતિઓની સત્તા રહે છે. ૧૦૬.
કેવળજ્ઞાનીની મુદ્રા અને સ્થિતિ (સવૈયા એકત્રીસા) जो अडोल परजंक मुद्राधारी सरवथा,
अथवा सु काउसग्ग मुद्रा थिरपाल है। खेत सपरस कर्म प्रकृतिकै उदै आयै,
बिना डग भरै अंतरीच्छ जाकी चाल है।। जाकी थिति पूरव करोड़ आठ वर्ष घाटि,
अंतरमुहूरत जघन्य जग-जाल है। सो है देव अठारह दूषन रहित ताकौं,
વાનાસિ હૈ મેરી વંના ત્રિવત્તિ દૈના ૨૦૭ના શબ્દાર્થ:- અડોલ = અચળ. પરજંક મુદ્રા = પદ્માસન. કાઉસગ્ગ (કાયોત્સર્ગ) = ઊભા આસને. અંતરીચ્છ = ઉપર. ત્રિકાલ = સદૈવ.
અર્થ:- જે કેવળજ્ઞાની ભગવાને પદ્માસન અથવા કાયોત્સર્ગ મુદ્રા ધારણ કરેલી છે, જે ક્ષેત્ર-સ્પર્શ નામકર્મની પ્રકૃતિના ઉદયથી પગ ઉપાડયા વિના ઊંચે ગમન કરે છે, જેમની સંસારની સ્થિતિ ઉત્કૃષ્ટ એક કરોડ પૂર્વમાં ૩ આઠ વર્ષ ઓછાની
૧. અહીં મન, વચન, કાયાના સાત યોગ થાય છે, તેથી આ ગુણસ્થાનનું નામ સયોગકવળી છે. ૨. પંચાસી પ્રકૃતિઓના નામ પહેલા અધિકારમાં કહી આવ્યા છીએ. ૩. મોક્ષગામી જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ચોથા કાળની અપેક્ષાએ એક કરોડ પૂર્વનું છે અને આઠ વર્ષની ઉંમર સુધી કેવળજ્ઞાન થતું નથી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com