________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦૫
ચતુર્દશ ગુણસ્થાનાધિકાર સસિ (શશિ)= ચંદ્રમા.
અર્થ - તેરમાં ગુણસ્થાનમાં ભગવાનની અતિશયવાળી નિરક્ષરી દિવ્યધ્વનિ ખરે છે. તેમનું પરમૌદારિક શરીર સાત ધાતુઓ અને મળ-મૂત્રરહિત હોય છે. કેશ, રોમ અને નખ વધતા નથી, ઈન્દ્રિયોના વિષયો નષ્ટ થઈ જાય છે, પવિત્ર યથાખ્યાતચારિત્ર પ્રગટ થાય છે, સ્થિર શુકલધ્યાનરૂપ ચંદ્રમાનો ઉદય થાય છે. લોકાલોકના પ્રકાશક કેવળજ્ઞાન ઉપર તેમનું સામ્રાજ્ય રહે છે. ૧૦૯.
ચૌદમાં ગુણસ્થાનના વર્ણનની પ્રતિજ્ઞા (દોહરા) यह सयोगगुनथानकी, रचना कही अनूप।
अब अयोगकेवल दसा कहूं जथारथ रूप।।११०।। અર્થ- આ સયોગી ગુણસ્થાનનું વર્ણન કર્યું, હવે અયોગકેવળી ગુણસ્થાનનું વાસ્તવિક વર્ણન કરું છું. ૧૧૦.
ચૌદમા ગુણસ્થાનનું સ્વરૂપ ( સવૈયા એકત્રીસા) जहां काहू जीवकौं असाता उदै साता नाहिं
काहूकौं असाता नाहिं, साता उदै पाइयै। मन वच कायसौं अतीत भयौ जहां जीव,
जाकौ जसगीत जगजीतरूप गाइयै।। जामैं कर्म प्रकृतिकी सत्ता जोगी जिनकीनी
अंतकाल द्वै समैमैं सकल खिपाइयै। जाकी थिति पंच लघु अच्छर प्रमान सोई,
चौदहौं अजोगी गुनठाना ठहराइयै।। १११ ।। શબ્દાર્થ- અતીત = રહિત. ખિપાઈયેક ક્ષય કરે છે. લઘુવ્સ્વ. અર્થ - જ્યાં કોઈ જીવને અશાતાનો ઉદય રહે છે શાતાનો નથી રહેતો અને
૧. કેવળજ્ઞાની ભગવાનને અશાતાનો ઉદય વાંચીને વિસ્મિત ન થવું જોઈએ. ત્યાં અશાતા કર્મ ઉદયમાં
શાતારૂપ પરિણમે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com