________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચતુર્દશ ગુણસ્થાનાધિકાર
૪૦૧ વળી-(દોહરા) जाहि फरसकै जीव गिर, परै करै गुन रद्द।
सो एकादसमी दसा, उपसमकी सरहद्द।। १०१।। અર્થ - જે ગુણસ્થાનને પ્રાપ્ત થઈને જીવ અવશ્ય પડે જ છે અને પ્રાપ્ત થયેલા ગુણનો નાશ કરે છે, તે ઉપશમચારિત્રની ચરમસીમા પ્રાપ્ત અગિયારમું ગુણસ્થાન છે. ૧૦૧.
બારમા ગુણસ્થાનનું વર્ણન ( ચોપાઈ) केवलग्यान निकट जहँ आवै।
तहां जीव सब मोह खिपावै।। प्रगटै यथाख्यात परधाना।
सो द्वादसम खीन गुनठाना।। १०२।। અર્થ- જ્યાં જીવ મોહનો સર્વથા ક્ષય કરે છે અથવા કેવળજ્ઞાન બિલકુલ પાસે આવી જાય છે અને યથાખ્યાતચારિત્ર પ્રગટ થાય છે, તે ક્ષીણમોહ નામનું બારમું ગુણસ્થાન છે. ૧૦૨.
ઉપશમશ્રેણીની અપેક્ષાએ ગુણસ્થાનોનો કાળ (દોહરો) षट सातै आठै न, दस एकादस थान।
अंतरमुहूरत एक वा, एक समै थिति जान।। १०३।। અર્થ:- ઉપશમશ્રેણીની અપેક્ષાએ છઠ્ઠી, સાતમા, આઠમા, નવમા, દસમા અને અગિયારમા ગુણસ્થાનનો ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત અથવા જઘન્યકાળ એક સમય છે.
1
૧૦૩.
ક્ષપકશ્રેણીમાં ગુણસ્થાનોનો કાળ (દોહરા) छपकनि आढं नवै, दस अर वलि बार। थिति उत्कृष्ट जघन्य भी, अंतरमुहूरत काल।। १०४।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com