________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૯૯
ચતુર્દશ ગુણસ્થાનાધિકાર
આઠમા ગુણસ્થાનનું વર્ણન ( ચોપાઈ) अब वरनौं अष्टम गुनथाना।
नाम अपूरवकरन बखाना।। कछुक मोह उपशम करि राखै।
અથવા વિંચિત છ૩ વરિ નારા ૧૬ ! અર્થ:- હવે અપૂર્વકરણ નામના આઠમા ગુણસ્થાનનું વર્ણન કરું છું, જ્યાં મોહનો કિંચિત્ ઉપશમ અથવા કિંચિત્ ક્ષય થાય છે. ૯૫. जे परिनाम भए नहिं कबही।
तिनकौ उदै देखिये जबही।। तब अष्टम गुनथानक होई।
વારિત રન લૂંસરી સોફ્ફા ૧૬ અર્થ- આ ગુણસ્થાનમાં એવા વિશુદ્ધ પરિણામ હોય છે જેવા પૂર્વે કદી થયા નહોતા, તેથી આ આઠમાં ગુણસ્થાનનું નામ અપૂર્વકરણ છે. અહીં ચારિત્રના ત્રણ કરણોમાંથી અપૂર્વકરણ નામનું બીજું કરણ થાય છે. ૯૬.
નવમા ગુણસ્થાનનું વર્ણન (ચોપાઈ ) अब अनिवृत्तिकरन सुनु भाई।
जहां भाव थिरता अधिकाई।। पूरव भाव चलाचल जेते।
सहज अडोल भए सब तेते।।९७।। અર્થ:- હે ભાઈ, હવે અનિવૃત્તિકરણ નામના નવમાં ગુણસ્થાનનું સ્વરૂપ સાંભળો. જ્યાં પરિણામોની અધિક સ્થિરતા છે, આના પહેલાં આઠમાં ગુણસ્થાનમાં જે પરિણામ કિંચિત્ ચપળ હતા, તે અહીં અચળ થઈ જાય છે. ૯૭.
૧-૨. ઉપશમ શ્રેણીમાં ઉપશમ અને ક્ષપકશ્રેણીમાં ક્ષય થાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com