________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૯૮
સમયસાર નાટક (ચોપાઈ) थविरकलपी धर कछुक सरागी।
जिनकलपी महान वैरागी।। इति प्रमत्तगुनथानक धरनी।
पूरन भई जथारथ वरनी।।९२।। અર્થ:- વિકલ્પી સાધુ કિંચિત્ સરાગી હોય છે અને જિનકલ્પી સાધુ અત્યંત વૈરાગી હોય છે. આ છઠ્ઠા ગુણસ્થાનનું યથાર્થ સ્વરૂપ વર્ણવ્યું. ૯૨.
સાતમા ગુણસ્થાનનું વર્ણન ( ચોપાઈ ) अब वरनौं सप्तम विसरामा।
अपरमत्त गुनथानक नामा।। जहां प्रमाद क्रिया विधि नासै।
धरम ध्यान थिरता परगासै।।९३।। અર્થ - હવે સ્થિરતાના સ્થાન અપ્રમત્તગુણસ્થાનનું વર્ણન કરે છે, જ્યાં ધર્મધ્યાનમાં ચંચળતા લાવનાર પાંચ પ્રકારની પ્રમાદ-ક્રિયા નથી અને મન ધર્મધ્યાનમાં સ્થિર થાય છે. ૯૩.
(દોહરા) प्रथम करन चारित्रकौ, जासु अंत पद दोइ।
जहां अहार विहार नहिं अपरमत्त है सोइ।।९४।। અર્થ- જે ગુણસ્થાનના અંત સુધી ચારિત્રમોહના ઉપશમ અને ક્ષયનું કારણ અધ:પ્રવૃત્તિકરણ ચારિત્ર રહે છે અને આહાર વિહાર રહેતા નથી તે અપ્રમત્તગુણસ્થાન છે.
વિશેષ:- સાતમા ગુણસ્થાનના બે ભેદ છે- પહેલું સ્વસ્થાન અને બીજું સાતિશય. જ્યાંસુધી છઠ્ઠાથી સાતમાં અને સાતમાથી છઠ્ઠામાં અનેકવાર ચઢ-ઉતર રહે છે, ત્યાં સુધી સ્વ-સ્થાન ગુણસ્થાન રહે છે અને સાતિશય ગુણસ્થાનમાં અધ:કરણના પરિણામ રહે છે, ત્યાં આહાર વિહાર નથી. ૯૪.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com