________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૩૯૬
સમયસાર નાટક
કરે છે અર્થાત્ જીતે છે. (૧) નગ્ન દિગંબર રહેવાથી લજ્જા અને સંકોચનિત દુઃખ સહન કરે છે, એ નગ્નપરિષહજય છે, (૨) કર્ણ આદિ ઇન્દ્રિયોના વિષયોનો અનુરાગ ન કરવો તે અતિપરિષહજય છે. (૩) સ્ત્રીઓના હાવભાવમાં મોહિત ન થવું, તે સ્ત્રીપરિષહજય છે. (૪) માન- અપમાનની પરવા કરતા નથી એ સત્કા૨પુરસ્કારપરિષહજયછે. (૫) ભયનું નિમિત્ત મળવા છતાં પણ આસન ધ્યાનથી દૂર થતા નથી તે નિષધાપરિષહજય છે. (૬) મૂર્ખાઓના કટુ વચન સહન કરવા તે આક્રોશપરિષહજય છે. (૭) પ્રાણ જાય તોપણ આહારાદિને માટે દીનતારૂપ પ્રવૃત્તિ ન કરવી, એ યાચનાપરિષજય છે. આ સાત પરિષહ ચારિત્રમોહના ઉદયથી થાય છે. ૮૬.
જ્ઞાનાવ૨ણીયજનિત બે પરિષહ (દોહરા )
अलप ग्यान लघुता लखै, मति उतकरष विलोइ । ज्ञानावरन उदोत मुनि, सहै परीसह दोइ ।। ८७ ।।
અર્થ:- જ્ઞાનાવરણીયનિત બે પરિષહ છે. અલ્પજ્ઞાન હોવાથી લોકો નાના ગણે છે, એનાથી જે દુ:ખ થાય છે તેને સાધુ સહન કરે છે, એ અજ્ઞાનપરિષહજય છે. જ્ઞાનની વિશાળતા હોવા છતાં પણ ગર્વ કરતા નથી, એ પ્રજ્ઞાપરિષહજય છે. આવા આ બે પરિષહ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી જૈન સાધુ સહન કરે છે. ૮૭.
દર્શનમોહનીયજનિત એક અને અંત૨ાયજનિત એક પરિષહ (દોહરા )
सहै अदरसन दुरदसा, दरसन मोह उदोत । रोकै उमग अलाभकी, अंतरायके होत ॥ ८८ ॥
અર્થ:- દર્શનમોહનીયના ઉદયથી સમ્યગ્દર્શનમાં કદાચ દોષ ઉત્પન્ન થાય તો તેઓ સાવધાન રહે છે-ચલાયમાન થતા નથી, એ દર્શનપરિષહજય છે. અંતરાય કર્મના ઉદયથી વાંછિત પદાર્થની પ્રાપ્તિ ન થાય, તો જૈનમુનિ ખેદખિન્ન થતા નથી, એ અલાભપરિષહજય છે.૮૮.
બાવીસ પરિષહોનું વર્ણન (સવૈયા એકત્રીસા) एकादस वेदनीकी, चारितमोहकी सात, ग्यानावरनीकी दोइ, एक अंतरायकी ।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com