________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૨
સમયસાર નાટક સ્યાદ્વાદની પ્રશંસા (દોહરો) इहि विधि आतम ग्यान हित, स्यादवाद परवांन। जाके वचन विचारसौं, मूरख होइ सुजान।। २८ ।। स्यादवाद आतम दशा, ता कारन बलवान।
सिवसाधक बाधा रहित, अखै अखंडित आन।। २९ ।।
અર્થ- આ રીતે આત્મજ્ઞાન માટે સ્યાદ્વાદ જ સમર્થ છે, એના વચનો સાંભળવાથી અને એનું અધ્યયન કરવાથી અજ્ઞાનીઓ પંડિત બની જાય છે. ૨૮.
સ્યાદ્વાદથી આત્માનું સ્વરૂપ ઓળખાય છે, તેથી આ જ્ઞાન બહુ બળવાન છે, મોક્ષનું સાધક છે, અનુમાન-પ્રમાણની બાધારહિત છે, અક્ષય છે, એને આજ્ઞાવાદી પ્રતિવાદી ખંડિત કરી શકતા નથી. ૨૯.
અગિયારમા અધિકારનો સાર જૈનધર્મના મહત્ત્વપૂર્ણ અનેક સિદ્ધાંતોમાં સ્યાદ્વાદ મુખ્ય છે, જૈનધર્મનું જે કાંઈ ગૌરવ છે, તે સ્યાદ્વાદનું છે. આ સ્યાદ્વાદ અન્ય ધર્મોને નિર્મૂળ કરવા માટે સુદર્શનચક્ર સમાન છે. આ સ્યાદ્વાદનું રહસ્ય સમજવું કઠિન નથી. પરંતુ ગૂઢ અવશ્ય છે અને એટલું ગૂઢ છે કે એને સ્વામી શંકરાચાર્ય અથવા સ્વામી દયાનંદ સરસ્વતી જેવા અજૈન વિદ્વાનો સમજી શકયા નહિ અને સ્યાદ્વાદનું ઉલટું ખંડન કરીને જૈનધર્મને મોટો ધક્કો પહોંચાડી ગયા. એટલું જ નહીં, કેટલાક આધુનિક વિદ્વાનો આ ધર્મ ઉપર નાસ્તિકપણાનું લાંછન લગાડે છે.
પદાર્થમાં જે અનેક ધર્મો હોય છે, તે બધા એક સાથે કહી શકાતા નથી, કેમકે શબ્દમાં એટલી શક્તિ નથી કે જે અનેક ધર્મોને એકસાથે કહી શકે, તેથી કોઈ એક ધર્મને મુખ્ય અને બાકીનાને ગૌણ કરીને કથન કરવામાં આવે છે. સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષામાં
इत्यज्ञानविमूढानां ज्ञानमात्रं प्रसाधयन्
आत्मतत्त्वमनेकान्तः स्वयमेवानुभूयते।। १६ ।। एवं तत्त्वव्यवस्थित्या स्वं व्यवस्थापयन्स्वयम्।
अलंध्यं शासनं जैनमनेकान्तो व्यवस्थितः।।१७।। इति स्याद्वादाधिकारः।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com