________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચતુર્દશ ગુણસ્થાનાધિકાર
૩૯૩ અર્થ:- પાંચ મહાવ્રત પાળે છે, પાંચે સમિતિપૂર્વક વર્તે છે, પાંચે ઈન્દ્રિયોના વિષયોથી વિરક્ત થઈને પ્રસન્ન થાય છે, દ્રવ્ય અને ભાવ જ આવશ્યક સાધે છે, ત્રસ જીવ રહિત ભૂમિ પર પડખું બદલ્યા વિના શયન કરે છે, જીવનભર સ્નાન કરતા નથી, હાથથી કેશલોચ કરે છે, નગ્ન રહે છે, દાતણ કરતા નથી તો પણ વચન અને શ્વાસમાં સુગંધ જ નીકળે છે, ઊભા રહીને ભોજન લે છે, થોડું ભોજન લે છે, ભોજન દિવસમાં એક જ વાર લે છે, આવા અઠ્ઠાવીસ મૂળગુણોના ધારક જૈન સાધુ હોય છે. ૮).
પંચ અણુવ્રત અને પંચ મહાવ્રતનું સ્વરૂપ (દોહરા) हिंसा मृषा अदत्त धन, मैथुन परिगह साज।
किंचित त्यागी अनुव्रती, सब त्यागी मुनिराज।।८१।। શબ્દાર્થ:- મૃષા= જૂઠ. અદત્તક આપ્યા વિનાનું,
અર્થ- હિંસા, જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહ આ પાંચ પાપોના કિંચિત ત્યાગી અણુવ્રતી શ્રાવક અને સર્વથા ત્યાગી મહાવ્રતી સાધુ હોય છે. ૮૧.
પાંચ સમિતિનું સ્વરૂપ (દોહરા) चलै निरखि भाखै उचित, भखै अदोष अहार।
लेइ निरखि डारै निरखि , समिति पंच परकार।। ८२।। અર્થ - જીવજંતુની રક્ષા માટે જોઈને ચાલવું તે ઈર્યાસમિતિ છે, હિત, મિત અને પ્રિય વચન બોલવા તે ભાષાસમિતિ છે, અંતરાય રહિત નિર્દોષ આહાર લેવો તે એષણાસમિતિ છે, શરીર, પુસ્તક, પીંછી, કમંડળ આદિ જોઈ -તપાસીને લેવા મૂકવા તે આદાન નિક્ષેપણસમિતિ છે, ત્રસ જીવ રહિત પ્રાસુક ભૂમિ ઉપર મળમૂત્રાદિનો ત્યાગ કરવો તે પ્રતિષ્ઠાપન સમિતિ છે;- આવી આ પાંચ સમિતિ છે. ૮૨.
છ આવશ્યક (દોહરા), समता वंदन थुति करन, पड़कौना सज्झाव। काउसग्ग मुद्रा धरन, षडावसिक ये भाव।। ८३ ।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com