________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૯૧
ચતુર્દશ ગુણસ્થાનાધિકાર
પાંચમા ગુણસ્થાનનો કાળ ( ચોપાઈ ) एक कोडि पूरव गिनि लीजै।
तामै आठ बरस घटि कीजै।। यह उत्कृष्ट काल थिति जाकी।
अंतरमुहूरत जघन दशाकी।।७४।। અર્થ- પાંચમા ગુણસ્થાનનો ઉત્કૃષ્ટ કાળ એક કરોડ પૂર્વમાં આઠ વર્ષ ઓછા, અને જઘન્ય કાળ અંતર્મુહૂર્ત છે. ૭૪.
એક પૂર્વનું માપ (દોહરા) सत्तर लाख किरोर मित, छप्पन सहस किरोड़।
તે ૧૨ મિલીફ, પૂરવ સંરક્યા નોહૃાા ૭૬ અર્થ- સત્તર લાખ અને છપ્પન હજારને એક કરોડ વડે ગુણવાથી જે સંખ્યા પ્રાપ્ત થાય છે, એટલા વર્ષનો એક પૂર્વ થાય છે. ૭૫.
અંતર્મુહૂર્તનું માપ (દોહરા). अंतर्मुहूरत द्वै घरी, कछुक घाटि उतकिष्ट।
एक समय एकावली, अंतरमुहूर्त कनिष्ट।। ७६।। અર્થ- બે ઘડીમાં એક સમય ઓછો હોય તે અંતર્મુહૂર્તનો ઉત્કૃષ્ટ કાળ છે અને એક આવળી કરતાં એક સમય વધારે હોય તે અંતર્મુહૂર્તનો જઘન્ય કાળ છે તથા વચ્ચેના અસંખ્ય ભેદો છે. ૭૬.
- છઠ્ઠા ગુણસ્થાનના વર્ણનની પ્રતિજ્ઞા (દોહરા ) यह पंचम गुनथानकी, रचना कही विचित्र।
अब छठे गुनथानकी दसा कहूं सुन मित्र।। ७७।। અર્થ - પાંચમાં ગુણસ્થાનનું આ વિચિત્ર વર્ણન કર્યું; હવે હે મિત્ર, છઠ્ઠા ગુણસ્થાનનું સ્વરૂપ સાંભળો. ૭૭.
૧. ચોરાસી લાખ વર્ષનો એકપૂર્વાગ થાય છે અને ચોરાસી લાખ પૂર્વાગનો એક પૂર્વ થાય છે ૨. અસંખ્યાત સમયની એક અવળી થાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com