________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
3७४
સમયસાર નાટક ચોથા ગુણસ્થાનનું વર્ણન ( સવૈયા એકત્રીસા) केई जीव समकित पाइ अर्ध पुदगल
परावर्त काल ताई चोखे होइ चितके। केई एक अंतरमुहूरतमैं गंठि भेदि,
___मारग उलंघि सुख वेदै मोख वितके।। तातें अंतरमुहूरतसौं अर्धपुदगल लौं,
जेते समै होहिं तेते भेद समकितके। जाही समै जाकौं जब समकित होइ सोई,
तबहीसौं गुन गहै दोस दहै इतके।।२४।। શબ્દાર્થ:- ચોખે = સારા. વેદ = ભોગવે. દહે = બાળે. ઇતકે = સંસારના.
અર્થ - જે કોઈ જીવને સંસાર-ભ્રમણનો કાળ વધારેમાં વધારે અદ્ધપુદ્ગલપરાવર્તન અને ઓછામાં ઓછો અંતર્મુહૂર્ત બાકી રહે છે તે નિશ્ચયસમ્યગ્દર્શન ગ્રહણ કરીને ચાર ગતિરૂપ સંસારને પાર કરનાર મોક્ષસુખની વાનગી લે છે. અંતર્મુહૂર્તથી માંડીને અદ્ધ-પુદ્ગલપરાવર્તન કાળના જેટલા સમય છે તેટલા જ સમ્યકત્વના ભેદ છે. જે વખતે જીવને સમ્યકત્વ પ્રગટ થાય છે ત્યારથી જ આત્મગુણ પ્રગટ થવા માંડે છે અને સાંસારિક દોષ નષ્ટ થઈ જાય છે. ૨૪.
(દોહરા) अध अपूव्व अनिवृत्ति त्रिक, करन करै जो कोइ।
मिथ्या गंठि विदारि गुन, प्रगटै समकित सोइ।।२५।।
અર્થ:- જે અધઃકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણપૂર્વક મિથ્યાત્વનો અનુદય કરે છે તેને આત્માનુભવ ગુણ પ્રગટ થાય છે અને તે જ સમ્યકત્વ છે. ૨૫.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com