________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭ર
સમયસાર નાટક અર્થ:- આ પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનનું સ્વરૂપ કહ્યું, હવે સંક્ષેપમાં સાસાદન ગુણસ્થાનનું કથન કરું છું. ૧૯.
સાસાદન ગુણસ્થાનનું સ્વરૂપ (સવૈયા એકત્રીસા) जैसैं कोऊ छुधित पुरुष खाइ खीर खांड,
___ वौन करै पीछेकौ लगार स्वाद पावै है। तैसैं चढ़ि चौथै पांचए कै छठे गुनथान,
काहू उपसमीकौ कषाय उदै आवै है।। ताही समै तहांसौं गिरै प्रधान दसा त्यागी,
मिथ्यात अवस्थाको अधोमुख है धावै है। बीचि एक समै वा छ आवली प्रवांन रहै,
सोई सासादान गुणथानक कहावै है।।२०।। શબ્દાર્થ:- ખાંડ = સાકર. વૌન = વમન. પ્રધાન = ઊંચી. અધોમુખ = નીચે. આવલી = અસંખ્ય સમયની એક આવલી થાય છે.
અર્થ:- જેવી રીતે કોઈ ભૂખ્યો માણસ સાકરમિશ્રિત ખીર ખાય અને વમન થયા પછી તેનો કિંચિત્માત્ર સ્વાદ લેતો રહે, તેવી જ રીતે ચોથા, પાંચમા, છઠ્ઠી ગુણસ્થાન સુધી ચઢેલા કોઈ ઉપશમસમ્યકત્વીને કષાયનો ઉદય થાય છે તો તેજ સમયે ત્યાંથી મિથ્યાત્વમાં પડે છે, તે પડતી દશામાં એક સમય અને અધિકમાં અધિક છે આવલી સુધી જે સમ્યત્વનો કિંચિત્ સ્વાદ મળે છે તે સાસાદન ગુણસ્થાન છે. વિશેષ:- અહીં અનંતાનુબંધીની ચોકડીમાંથી કોઈ એકનો ઉદય રહે છે. ૨૦.
ત્રી ગુણસ્થાનક કહેવાની પ્રતિજ્ઞા (દોહરા) सासादन गुणथान यह , भयौ समापत बीय। मिश्रनाम गुणथान अब , वरनन करूं तृतीय।।२१।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com