________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭૫
ચતુર્દશ ગુણસ્થાનાધિકાર
સમ્યકત્વના આઠ વિવરણ (દોહરા) समकित उतपति चिहन गुन, भूषन दोष विनास।
अतीचार जुत अष्ट विधि, बरनौं विवरन तास।।२६।। અર્થ:- સમ્યકત્વનું સ્વરૂપ, ઉત્પત્તિ, ચિહ્ન, ગુણ, ભૂષણ, દોષ, નાશ અને અતિચાર- આ સમ્યકત્વના આઠ વિવરણ છે. ૨૬.
(૧) સમ્યકત્વનું સ્વરૂપ (ચોપાઈ) सत्यप्रतीति अवस्था जाकी।
दिन दिन रीति गहै समताकी।। छिन छिन करै सत्यकौ साकौ।।
समकित नाम कहावै ताकौ।। २७।। અર્થ - આત્મસ્વરૂપની સત્ય પ્રતીતિ થવી, દિન-પ્રતિદિન સમતાભાવમાં ઉન્નતિ થવી અને ક્ષણે-ક્ષણે પરિણામોની વિશુદ્ધિ થવી એનું જ નામ સમ્યગ્દર્શન છે. ૨૭.
(૨) સમ્યકત્વની ઉત્પત્તિ (દોહરા) कै तौ सहज सभाउ कै, उपदेसै गुरु कोइ।
चहुंगति सैनी जीउको, सम्यकदरसन होइ।। २८ ।। અર્થ- ચારેય ગતિમાં સંજ્ઞી જીવને સમ્યગ્દર્શન પ્રગટ થાય છે, તે પોતાની મેળે અર્થાત્ નિસર્ગજ અને ગુરુના ઉપદેશથી અર્થાત્ અધિગમન થાય છે. ૨૮.
(૩) સમ્યકત્વના ચિહ્ન (દોહરા) आपा परिचै निज विषै, उपजै नहिं संदेह।
सहज प्रपंच रहित दसा, समकित लच्छन एह।। २९ ।। અર્થ:- પોતામાં જ આત્મ-સ્વરૂપનો પરિચય થાય છે, કદી સંદેહ ઊપજતો નથી અને છળ-કપટરહિત વૈરાગ્યભાવ રહે છે, એ જ સમ્યગ્દર્શનનું ચિહ્ન છે. ર૯.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com