________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચતુર્દશ ગુણસ્થાનાધિકાર
૩૮૭ (ચોપાઈ) जो अरि मित्र समान विचारै।
आरत रौद्र कुध्यान निवारै।। संयम सहित भावना भावै।।
સો સામાયિવંત દાવા દૂરના શબ્દાર્થ:- દર્વવિધિ = બાહ્ય ક્રિયા-આસન, મુદ્રા, પાઠ, શરીર અને વચનની સ્થિરતા આદિની સાવધાની. ભાવ વિધિ = મનની સ્થિરતા અને પરિણામોમાં સમતાભાવ રાખવા. પ્રતિજ્ઞા = આખડી. અરિ = શત્રુ. કુધ્યાન = ખોટા વિચાર. નિવારે = દૂર કરે.
અર્થ - મનમાં સમયની પ્રતિજ્ઞાપૂર્વક દ્રવ્ય અને ભાવવિધિ સહિત, એક મુહૂર્ત અર્થાત્ બે ઘડી સુધી મમત્વભાવ રહિત સામ્યભાવનું ગ્રહણ કરવું, શત્રુ અને મિત્ર પર એક સરખો ભાવ રાખવો, આર્ત અને રૌદ્ર બન્ને કુધ્યાનોનું નિવારણ કરવું અને સંયમમાં સાવધાન રહેવું તે સામાયિક પ્રતિમા કહેવાય છે. ૬૧-૬૨.
ચોથી પ્રતિમાનું સ્વરૂપ (દોહરો) सामायिककीसी दसा, च्यारि पहरलौं होइ।
अथवा आठ पहर रहै, प्रोसह प्रतिमा सोइ।।६३।। અર્થ - બાર કલાક અથવા ચોવીસ કલાક સુધી સામાયિક જેવી સ્થિતિ અર્થાત્ સમતાભાવ રાખવાને પ્રોષધ પ્રતિમા કહે છે. ૬૩.
પાંચમી પ્રતિમાનું સ્વરૂપ (દોહરા) जो सचित्त भोजन तजै, पीवै प्राशुक नीर।
सो सचित्त त्यागी पुरुष, पंच प्रतिग्यागीर।। ६४।। અર્થ:- સચિત્ત ભોજનનો ત્યાગ કરવો અને પ્રાસુક જળ પીવું તેને સચિત્તવિરતિ પ્રતિમા કહે છે. ૬૪.
વિશેષ- અહીં સચિત્ત વનસ્પતિનું મુખથી વિદારણ કરતા નથી. ૬૪.
૧. ચોવીસ મિનિટની ઘડી થાય છે. ૨. ગરમ કરેલું અથવા લવીંગ, એલચી, રાખ વગેરે નાખીને સ્વાદ
બદલી નાખવાથી પ્રાસુક પાણી થાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com