________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
ચતુર્દશ ગુણસ્થાનાધિકાર
શબ્દાર્થ:- બીય (બીજો) = બીજા.
અર્થ:- આ બીજા સાસાદન ગુણસ્થાનનું સ્વરૂપ સમાપ્ત થયું. હવે ત્રીજા મિશ્ર ગુણસ્થાનનું વર્ણન કરે છે. ૨૧.
૨૨.
ત્રીજા ગુણસ્થાનનું સ્વરૂપ (સવૈયા એકત્રીસા ) उपसमी समकिती कै तो सादि मिथ्यामती, दुहुंनिकौं मिश्रित मिथ्यात आइ गहै है । अनंतानुबंधी चौकरीकौ उदै नाहि जामै,
मिथ्यात समै प्रकृति मिथ्यात न रहै है ।। जहां सद्दहन सत्यासत्यरूप समकाल,
ग्यानभाव मिथ्याभाव मिश्र धारा वहै है । याकी थिति अंतर मुहूरत उभयरूप,
૩૭૩
ऐसौ मिश्र गुनथान अचारज कहै है ।। २२ ।।
અર્થ:- આચાર્ય કહે છે કે ઉપશમ-સમ્યગ્દષ્ટિ અથવા સાદિ મિથ્યાદષ્ટિ જીવને જો મિશ્ર–મિથ્યાત્વ નામની કર્મપ્રકૃતિનો ઉદય આવી પડે અને અનંતાનુબંધીની ચોકડી તથા મિથ્યાત્વ-મોહનીય અને સમ્યક્ત્વ-મોહનીય આ છ પ્રકૃતિઓનો ઉદય ન હોય, ત્યાં એકસાથે સત્યાસત્ય શ્રદ્ધાનરૂપ જ્ઞાન અને મિથ્યાત્વમિશ્ર ભાવ રહે છે તે મિશ્ર ગુણસ્થાનક છે, એનો કાળ અંતર્મુહૂર્ત છે.
ભાવાર્થ:- અહીં ગોળ-મિશ્રિત દહીં સમાન સત્યાસત્ય-મિશ્રિત ભાવ રહે છે.
ચોથા ગુણસ્થાનકનું વર્ણન કરવાની પ્રતિજ્ઞા (દોહરા )
मिश्र दसा पूरन भई, कही यथामति भाखि ।
अब चतुर्थ गुनथान विधि, कहौं जिनागम साखि ।। ર૩૦૦
અર્થ:- પોતાના ક્ષયોપશમ અનુસાર મિશ્ર ગુણસ્થાનનું ક્થન સમાપ્ત થયું, હવે જિનાગમની સાક્ષીપૂર્વક ચોથા ગુણસ્થાનનું વર્ણન કરું છું. ૨૩.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com