________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮૦
સમયસાર નાટક શબ્દાર્થ- અખંડિત = અવિનાશી, ચકઔ = સ્વાદ લે. ખર્ષે = ક્ષય કરે.
અર્થ:- જે ઉપર કહેલી સાતેય પ્રકૃતિઓને ઉપશમાવે છે તે ઔપથમિક સમ્યગ્દષ્ટિ છે. સાતેય પ્રકૃતિઓનો ક્ષય કરનાર ક્ષાયિક સમ્યગ્દષ્ટિ છે, આ સમ્યકત્વ કદી નષ્ટ થતું નથી. સાત પ્રકૃતિઓમાંથી કેટલીકનો ક્ષય થાય અને કેટલીકનો ઉપશમ થાય તો તે ક્ષયોપશમ સમ્યગ્દષ્ટિ છે, તેને સમ્યકત્વનો મિશ્રરૂપ સ્વાદ મળે છે. છ પ્રકૃતિઓનો ઉપશમ હોય અથવા ક્ષય હોય અથવા કોઈનો ક્ષય અને કોઈનો ઉપશમ હોય, કેવળ સાતમી પ્રકૃતિ સમ્યકત્વમોહનીયનો ઉદય હોય તો તે વેદક સમ્યકત્વધારી હોય છે. ૪૨.
સમ્યકત્વના નવ ભેદોનું વર્ણન (દોહરો) छयउपसम वरतै त्रिविधि, वेदक च्यारि प्रकार।
छायक उपसम जुगल जुत, नौधा समकित धार।। ४३।। શબ્દાર્થ - ત્રિવિધિ = ત્રણ પ્રકારનું. જુગલ = બે. જીત = સહિત.
અર્થ - ક્ષયોપશમ સમ્યકત્વ ત્રણ પ્રકારનું છે, વેદક સમ્યકત્વ ચાર પ્રકારનું છે અને ઉપશમ તથા ક્ષાયિક એ બે ભેદ બીજા મેળવવાથી સમ્યકત્વના નવ ભેદ થાય છે. ૪૩.
ક્ષયોપશમ સમ્યક્ત્વના ત્રણ ભેદોનું વર્ણન ( દોહરા) च्यारि खिपै त्रय उपसमै, पन छै उपसम दोइ।
छै षट् उपसम एक यौं, छयउपसम त्रिक होइ।।४४।। અર્થ:- (૧) ચારનો અને ત્રણનો ઉપશમ, (૨) પાંચનો ક્ષય બનો ઉપશમ, (૩) છનો ક્ષય એકનો ઉપશમ- આ રીતે ક્ષયોપશમ-સમ્યકત્વના ભેદ છે. ૪૪.
૧. અનંતાનુબંધીની ચોકડી. ૨. દર્શનમોહનીયનો ત્રિક. ૩. અનંતાનુબંધી ચોકડી અને મામિથ્યાત્વ. ૪. મિશ્રમિથ્યાત્વ અને સમ્યફપ્રકૃતિ. ૫. અનંતાનુબંધીની ચોકડી, મહામિથ્યાત્વ અને મિશ્ર.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com