________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭)
સમયસાર નાટક અર્થ - જે કોઈ એક નયની હઠ પકડીને, તેમાં જ લીન થઈને પોતાને તત્ત્વજ્ઞાની કહે છે. તે પુરુષ એકાંતવાદી સાક્ષાત્ મિથ્યાત્વી છે. ૧૧.
વિપરીત મિથ્યાત્વનું સ્વરૂપ (દોહરા) ग्रंथ उकत पथ उथपि जो, थापै कुमत स्वकीउ।
सुजस हेतु गुरुता गहै, सो विपरीती जीउ।।१२।। શબ્દાર્થ:- ઉક્ત = કહેલું. ઉથપિ = ખંડન કરીને. ગુરુતા = બડાઈ.
અર્થ:- જે આગમકથિત માર્ગનું ખંડન કરીને સ્નાન, સ્પર્થ, અસ્પૃશ્ય આદિમાં ધર્મ બતાવીને પોતાનું કપોલકલ્પિત પાખંડ પુષ્ટ કરે છે અને પોતાની પ્રસિદ્ધિ માટે મોટો બનીને ફરે છે તે જીવ વિપરીત મિથ્યાત્વી છે. ૧૨.
વિનય મિથ્યાત્વનું સ્વરૂપ (દોહરા) देव कुदेव सुगुरु कुगुरु , ठानै समान जु कोइ।
नमै भगतिसौं सबनिकौं, विनै मिथ्याती सोइ।।१३।। અર્થ- જે સુદેવ-કુદેવ, સુગુરુ-કુગુરુ, સશાસ્ત્ર-કુશાસ્ત્ર, બધાને એક સરખા ગણે છે અને વિવેક વિના બધાની ભક્તિ, વંદન કરે છે તે જીવ વિનય મિથ્યાત્વી છે. ૧૩.
સંશય મિથ્યાત્વનું સ્વરૂપ (દોહરા) जो नाना विकलप गहै, रहै हियै हैरान।
थिर है तत्त्व न सद्दहै, सो जिय संसयवान।।१४।। અર્થ- જે જીવ અનેક પ્રકારનું અવલંબન કરીને ચંચળ ચિત્તવાળો રહે છે અને સ્થિરચિત્ત થઈને પદાર્થનું યથાર્થ શ્રદ્ધાન કરતો નથી તે સંશય મિથ્યાત્વી છે. ૧૪.
અજ્ઞાન મિથ્યાત્વનું સ્વરૂપ (દોહરા) जाकौ तन दुख दहलसौं, सुरत होत नहि रंच। गहल रूप वरतै सदा, सो अग्यान तिरजंच।।१५।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com