________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
ચતુર્દશ ગુણસ્થાનાધિકાર
૩૬૯
અર્થ:- ગુણસ્થાનોના ચૌદ મુખ્ય નામ બતાવ્યા, હવે પાંચ પ્રકારના મિથ્યાત્વનું વર્ણન કરે છે. ૯.
મિથ્યાત્વ ગુણસ્થાનમાં પાંચ પ્રકારના મિથ્યાત્વનો ઉદય રહે છે. ( સવૈયા એકત્રીસા ) प्रथम एकांत नाम मिथ्यात अभिग्रहीत,
दूजौ विपरीत अभिनिवेसिक गोत है। तीजौ विनै मिथ्यात अनाभिग्रह नाम जाकौ,
चौथौ संसै जहां चित्त भौंरकौसौ पोत है । पांचमौ अग्यान अनाभोगिक गहलरूप,
जाकै उदै चेतन अचेतसौ होत है । एई पांचौं मिथ्यात जीवकौं जगमैं भ्रमावैं,
इनकौ विनास समकितकौ उदोत है ।। १० ।।
વહાણ. ગહલ =
શબ્દાર્થ:- ગોત અચેતનપણું. ઉદોત
=
નામ. ભોંર વમળ. પોત
= પ્રગટ થવું.
=
અર્થ:- પહેલું અભિગ્રહીત અર્થાત્ એકાંત મિથ્યાત્વ છે, બીજું અભિનિવેશિક અર્થાત્ વિપરીત મિથ્યાત્વ છે, ત્રીજું અનાભિગ્રહ અર્થાત્ વિનય મિથ્યાત્વ છે, ચોથું ચિત્તને વમળમાં પડેલા વહાણની જેમ ડામાડોળ કરનાર સંશય મિથ્યાત્વ છે, પાંચમું અનાભોગિક અર્થાત્ અજ્ઞાન મિથ્યાત્વ સર્વથા અસાવધાનીની મૂર્તિ છે. આ પાંચેય મિથ્યાત્વ જીવને સંસારમાં ભ્રમણ કરાવે છે અને એનો નાશ થવાથી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. ૧૦.
એકાંત મિથ્યાત્વનું સ્વરૂપ (દોહરા )
जो इकंत नय पच्छ गहि, छकै कहावै दच्छ। सो इकंतवादी पुरुष, मृषावंत परतच्छ।।११।। શબ્દાર્થ:- કૃપાવંત = જૂઠો. પરતચ્છ (પ્રત્યક્ષ ) = સાક્ષાત્.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com