________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૬
સમયસાર નાટક થાય છે અને સ્થિર થવાની આદત વધે છે અર્થાત્ એકદમ ટકટકી લગાવીને જોવા લાગે છે; જે મુદ્રા જોવાથી કેવળી ભગવાનનું સ્મરણ થઈ જાય છે, જેની સામે સુરેન્દ્રની સંપત્તિ પણ તણખલા સમાન તુચ્છ ભાસવા લાગે છે, જેના ગુણોનું ગાન કરવાથી હૃદયમાં જ્ઞાનનો પ્રકાશ થાય છે અને જે બુદ્ધિ મલિન હતી તે પવિત્ર થઈ જાય છે. પં. બનારસીદાસજી કહે છે કે જિનરાજના પ્રતિબિંબનો પ્રત્યક્ષ મહિમા છે, જિનેન્દ્રની મૂર્તિ સાક્ષાત્ જિનેન્દ્ર સમાન સુશોભિત થાય છે. ૨.
જિન-મૂર્તિપૂજકોની પ્રશંસા (સવૈયા એકત્રીસા) जाके उर अंतर सुद्रिष्टिकी लहर लसी,
विनसी मिथ्यात मोहनिद्राकी ममारखी। सैली जिनशासनकी फैली जाकै घट भयौ,
गरबको त्यागी षट-दरवको पारखी।। आगमकै अच्छर परे हैं जाके श्रवनमैं ,
हिरदै-भंडारमैं समानी वानी आरखी। कहत बनारसी अलप भवथिति जाकी,
सोई जिन प्रतिमा प्रवांनै जिन सारखी।।३।। શબ્દાર્થ:- સુદ્રિષ્ટિ = સમ્યગ્દર્શન. અમારખી = મૂછ-અચેતનપણું. સૈલી (શૈલી) = પદ્ધતિ. ગરવ (ગર્વ) = અભિમાન, પારખી = પરીક્ષક, શ્રવન = કાન. સમાન = પ્રવેશ કરી ગઈ. આરખી (આર્ષિત) ઋષિ પ્રણીત. અલપ (અલ્પ) = થોડી.
અર્થ - પં. બનારસીદાસજી કહે છે કે જેના અંતરંગમાં સમ્યગ્દર્શનની લહેરો ઉત્પન્ન થઈને મિથ્યાત્વમોહનીયજનિત નિદ્રાની અસાવધાની નષ્ટ થઈ ગઈ છે, જેમના હૃદયમાં જૈનમતની પદ્ધતિ પ્રગટ થઈ છે, જેમણે મિથ્યાભિમાનનો ત્યાગ કર્યો છે, જેમને છ દ્રવ્યોના સ્વરૂપની ઓળખાણ થઈ છે, જેમને અરહંત કથિત આગમનો ઉપદેશ શ્રવણગોચર થયો છે, જેમના હૃદયરૂપ ભંડારમાં જૈનઋષિઓના વચનો પ્રવેશ કરી ગયા છે, જેમનો સંસાર નિકટ આવ્યો છે, તેઓ જ જિન-પ્રતિમાને જિનરાજ સમાન માને છે. ૩
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com