________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સાધ્ય-સાધક દ્વાર
૩૪૧
તો જ્યાં જીત છે ત્યાં હાર પણ છે, જો સુંદરતામાં સુખ માનવામાં આવે તો તે સદા એકસરખી રહેતી નથી–બગડે પણ છે, જો ભોગોમાં સુખ માનવામાં આવે તો તે રોગના કારણ છે, જો ઇષ્ટ સંયોગમાં સુખ માનવામાં આવે તો જેનો સંયોગ થાય છે તેનો વિયોગ પણ છે, જો ગુણોમાં સુખ માનવામાં આવે તો ગુણોમાં ઘમંડનો નિવાસ છે, જો નોકરી–ચાકરીમાં સુખ માનવામાં આવે તો તે હીનતા (ગુલામી) જ છે. એ સિવાય બીજા પણ જે લૌકિક કાર્યો છે તે બધા અશાતામય છે, તેથી સ્પષ્ટ છે કે શાતાનો સંયોગ મેળવવા માટે ઉદાસીનતા સખી સમાન છે. ભાવ એ છે કે માત્ર સમતાભાવ જ જગતમાં સુખદાયક છે. ૧૧.
જે ઉન્નતિની પછી અવનતિ (આવે) છે તે ઉન્નતિ નથી. (દોહરો) जिहि उतंग चढ़ि फिर पतन, नहि उतंग वह कूप। जिहि सुख अंतर भय बसै, सो सुख है दुखरूप।।१२।। जो विलसै सुख संपदा, गये तहां दुख होइ।।
जो धरती बहु तनवती, जरै अगनिसौं सोइ।।१३।। શબ્દાર્થ- ઉતંગ = ઊંચે. પતન = પડવું તે. કૂપ = કૂવો. વિલર્સ = ભોગવે. તૃનવતી = ઘાસવાળી. જર = બળે છે.
અર્થ- જે ઊંચા સ્થાન ઉપર પહોંચીને પછી પડવું પડે છે, તે ઊંચ પદ નથી, ઊંડો કૂવો જ છે. તેવી જ રીતે જે સુખ પ્રાપ્ત થઈને તેના નષ્ટ થવાનો ભય છે તે સુખ નથી, દુ:ખરૂપ છે. ૧ર. કારણ કે લૌકિક સુખ-સંપત્તિનો વિલાસ નષ્ટ થતાં પછી દુઃખ જ પ્રાપ્ત થાય છે, જેવી રીતે કે ગીચ ઘાસવાળી ધરતી જ અગ્નિથી બળી જાય છે. ૧૩. શ્રીગુરુના ઉપદેશમાં જ્ઞાનીજીવ રુચિ કરે છે અને મૂર્ખ સમજતા જ નથી. (દોહરા)
सबद मांहि सतगुरु कहै , प्रगट रूप निज धर्म। सुनत विचच्छन सद्दहै , मूढ़ न जानै मर्म।।१४।।
૧. ‘સુખમૈં ફિર દુઃખ બર્સ' એવો પણ પાઠ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com