________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સાધ્ય-સાધક દ્વાર
दीसै एक नैकी प्रतिपच्छी न अपर दूजी,
नैको न दिखाइ वाद विवादमै रहियै।। थिरता न होइ विकलपकी तरंगनिमैं ,
चंचलता बढे अनुभौ दसा न लहियै। तातै जीव अचल अबाधित अखंड एक
ऐसौ पद साधिकै समाधि सुख गहियै।। ४३।। શબ્દાર્થ:- થિર = સ્થિર. અથિર = ચંચળ. પ્રતિપથ્થી = વિપરીત. અપર = બીજું. થિરતા = શાંતિ. સમાધિ = અનુભવ.
અર્થ - જીવ પદાર્થ નયની અપેક્ષાએ અસ્તિ-નાસ્તિ, એક-અનેક, સ્થિરઅસ્થિર આદિ અનેક રૂપે કહેવામાં આવ્યો છે. જો એક નયથી વિપરીત બીજો નય ન બતાવવામાં આવે તો વિપરીતતા દેખાય છે અને વાદ-વિવાદ ઉપસ્થિત થાય છે. એવી દશામાં અર્થાત્ નયની વિકલ્પજાળમાં પડવાથી ચિત્તને વિશ્રામ મળતો નથી અને ચંચળતા વધવાથી અનુભવ ટકી શકતો નથી, તેથી જીવ પદાર્થને અચળ, અબાધિત, અખંડિત અને એક સાધીને અનુભવનો આનંદ લેવો જોઈએ.
ભાવાર્થ- એક નય પદાર્થને અતિરૂપ કહે છે તો બીજો નય તે જ પદાર્થને નાસ્તિરૂપ કહે છે, એક નય તેને એકરૂપ કહે છે તો બીજે નય તેને અનેક કહે છે, એક નય નિત્ય કહે છે તો બીજો નય તેને અનિત્ય કહે છે, એક નય શુદ્ધ કહે છે તો બીજો નય તેને અશુદ્ધ કહે છે, એક નય જ્ઞાની કહે છે તો બીજો નય તેને અજ્ઞાની કહે છે, એક નય સંબંધ કહે છે તો બીજો નય તેને અબંધ કહે છે, આવી રીતે પરસ્પર વિરુદ્ધ અનેક ધર્મોની અપેક્ષાએ પદાર્થ અનેકરૂપ કહેવાય છે. જ્યારે પહેલો નય કહેવામાં આવ્યો હોય ત્યારે તેનો વિરોધી બતાવવામાં ન આવે તો વિવાદ ઊભો થાય છે અને નયના ભેદ વધવાથી અનેક વિકલ્પો ઉત્પન્ન થાય છે જેનાથી ચિત્તમાં ચંચળતા વધવાથી અનુભવ નષ્ટ થઈ જાય છે, તેથી પ્રથમ અવસ્થામાં તો નયોને જાણવા આવશ્યક છે. પછી તેમના દ્વારા પદાર્થનું વાસ્તવિક સ્વરૂપ નક્કી કર્યા પછી એક શુદ્ધ બુદ્ધ આત્મા જ ઉપાદેય છે. ૪૩.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com