________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સાધ્ય-સાધક દ્વાર
૩૪૩
आमल कषाय कटु तीखन मधुर खार,
तैसौ रस बादै जहां जैसौ दरखतु है।। तैसैं ग्यानवंत नर ग्यानको बखान करै,
रसकौ उमाहू है न काहू परखतु है। वहै धूनि सुनि कोऊ गहै कोऊ रहै सोइ,
काहूको विखाद होइ कोऊ हरखतु है।।१६।। શબ્દાર્થ:- પાવસ = વરસાદ. આમલ = ખાટું. કષાય = કષાયેલું. કટુ = કડવું. તીખન (તીણ ) = તીખું. મધુર = મિષ્ટ. ખાર (ક્ષાર) = ખારું. દરખતુ (દરખ) = વૃક્ષ. ઉમાહૂ = ઉત્સાહિત. ન પરખતુ હૈ = પરીક્ષા કરતો નથી. ધુનિ (ધ્વનિ ) = શબ્દ. વિખાદ ( વિષાદ) = ખેદ, હરખતુ = હર્ષિત.
અર્થ- જેવી રીતે કોઈ વનમાં વરસાદના દિવસોમાં પોતાની મેળે પાણી પડે છે તો ખાટું, કપાયેલું, કડવું, તીખું, મીઠું કે ખારું જે રસનું વૃક્ષ હોય છે તે પાણી પણ તે જ રસરૂપ થઈ જાય છે, તેવી જ રીતે જ્ઞાનીઓ જ્ઞાનના વ્યાખ્યાનમાં પોતાના અનુભવ પ્રગટ કરે છે, પાત્ર-અપાત્રની પરીક્ષા કરતા નથી, તે વાણી સાંભળી કોઈ તો ગ્રહણ કરે છે, કોઈ ઊંઘે છે, કોઈ ખેદ પામે છે અને કોઈ આનંદિત થાય છે.
ભાવાર્થ - જેવી રીતે વરસાદ પોતાની મેળે વરસે છે અને તે લીમડાના વૃક્ષ ઉપર પડવાથી કડવું, લીંબુના વૃક્ષ ઉપર પડવાથી ખાટું, શેરડી ઉપર પડવાથી મધુર, મરચાના છોડ ઉપર પડવાથી તીખું, ચણાના છોડ પર પડવાથી ખારું અને બાવળના વૃક્ષ પર પડવાથી કષાયેલું થઈ જાય છે. તેવી જ રીતે જ્ઞાનીઓ ખ્યાતિ, લાભાદિની અપેક્ષા રહિત મધ્યસ્થભાવથી તત્ત્વના સ્વરૂપનું કથન કરે છે, તે સાંભળીને કોઈ શ્રોતા પરમાર્થનું ગ્રહણ કરે છે, કોઈ સંસારથી ભયભીત થઈને યમ-નિયમ લે છે, કોઈ ઝગડો કરે છે, કોઈ ઊંઘે છે, કોઈ કુતર્ક કરે છે, કોઈ નિંદા-સ્તુતિ કરે છે અને કોઈ વ્યાખ્યાન પૂરું થવાની જ રાહ જોયા કરે છે. ૧૬.
(દોહરો) गुरु उपदेश कहा करै, दुराराध्य संसार। बसै सदा जाकै उदर , जीव पंच परकार।।१७।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com