________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૭
સાધ્ય-સાધક દ્વાર
શબ્દાર્થ:- અધ:કરણ = જે કરણમાં (પરિણામ-સમૂહમાં) ઉપરિતનસમયવર્તી તથા અધતન સમયવર્તી જીવોના પરિણામ સદશ તથા વિદેશ હોય. અપૂર્વકરણ = જે કરણમાં ઉત્તરોત્તર અપૂર્વ અપૂર્વ પરિણામ થતા જાય, આ કરણમાં ભિન્ન સમયવર્તી જીવોના પરિણામ સદા વિદેશ જ રહે છે અને એક સમયવર્તી જીવોના પરિણામ સદેશ પણ રહે છે અને વિસદેશ પણ રહે છે.
અનિવૃત્તિકરણ = જે કરણમાં ભિન્નસમયવર્તી જીવોના પરિણામ વિસદેશ જ હોય અને એકસમયવર્તી જીવોના પરિણામ સદેશ જ હોય. બોહની (બોધની) = ઉપદેશ. ખપી = સમૂળ નાશ પામી. કિંવા = અથવા. સોહની = શોભાયમાન. અરોની = ચડવાની
અર્થ- જે જીવને અધઃકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણરૂપ કરણલબ્ધિની પ્રાપ્તિ થઈ છે અને શ્રીગુરુનો સત્ય ઉપદેશ મળ્યો છે, જેની અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ તથા મિથ્યાત્વ, મિશ્ર, સમ્યકત્વમોહનીયએવી સાત પ્રકૃતિઓનો સર્વથા ક્ષય અથવા ઉપશમ થયો છે અથવા અંતરંગમાં સમ્યગ્દર્શનના સુંદર કિરણો જાગૃત થયા છે તે જ જીવ સમ્યગ્દષ્ટિ-મોક્ષનો સાધક કહેવાય છે. તેના અંતર અને બાહ્ય, સર્વ અંગમાં ગુણસ્થાન ચઢવાની શક્તિ પ્રગટ થાય છે. ૪.
(સોરઠા) जाके मुकति समीप, भई भवस्थिति घट गई।
ताकी मनसा सीप, सुगुरु मेघ मुक्ता वचन।।५।। શબ્દાર્થ:- ભવસ્થિતિ = ભવ-ભ્રમણનો કાળ. મુક્તા = મોતી.
અર્થ- જેની ભવસ્થિતિ ઘટી જવાથી અર્થાત્ કિંચિત્ જૂન અર્ધપુદ્ગલપરાવર્તનકાળ માત્ર શેષ રહેવાથી મોક્ષ અવસ્થા સમીપ આવી ગઈ છે, તેના મનરૂપ છીપમાં સદગુરુ મેઘરૂપ અને તેમના વચન મોતીરૂપ પરિણમન કરે છે. ભાવ એ છે કે આવા જીવોને જ શ્રીગુરુના વચનો રુચિકર થાય છે. ૫.
૧-૨-૩. એને વિશેષપણે સમજવા માટે ગોમ્મસાર જીવકાંડનું અધ્યયન કરવું જોઈએ. અને સુશીલા
ઉપન્યાસના પૃ. ૨૪૭ થી ર૬૩ સુધીના પૃષ્ઠોમાં એનું વિસ્તારથી વર્ણન છે. ૪. આ ત્રણે કરણોના પરિણામ પ્રતિસમય અનંતગુણી વિશુદ્ધતા સહિત હોય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com