________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૮
સમયસાર નાટક સશુને મેઘની ઉષમા (દોહરા) ज्यौं वरषै वरषा समै, मेघ अखंडित धार।
त्यौं सदगुरु वानी खिरै, जगत जीव हितकार।।६।। શબ્દાર્થ:- અખંડિત ધાર = સતત. વાની (વાણી) = વચનો.
અર્થ - જેવી રીતે ચોમાસામાં વરસાદની ધારાપ્રવાહ વૃષ્ટિ થાય છે, તેવી જ રીતે શ્રી ગુરુનો ઉપદેશ સંસારી જીવોને હિતકારી થાય છે.
ભાવાર્થ- જેવી રીતે જળવૃદ્ધિ જગતને હિતકારી છે તેવી જ રીતે સદ્ગુરુની વાણી સર્વ જીવોને હિતકારી છે. ૬.
ધન-સંપત્તિથી મોહ દૂર કરવાનો ઉપાય ( સવૈયા તેવીસા) चेतनजी तुम जागि विलोकहु,
लागी रहे कहा मायाके तांई। आए कहींसौं कहीं तुम जाहुगे,
__ माया रमेगी जहांकी तहांई।। माया तुम्हारी न जाति न पांति न,
वंसकी वेलि न अंसकी झांई। दासी कियै विनु लातनि मारत,
ऐसी अनीति न कीजै गुसांई।।७।। શબ્દાર્થ:- વિલોકઠું = જુઓ. માયા = ધન-સંપત્તિ. ઝાંઈ = પડછાયોપ્રતિબિંબ. દાસી = નોકરડી. ગુંસાઈ = મહંત.
અર્થ - હે આત્મન ! તમે મોહનિદ્રા છોડીને સાવધાન થાવ, અને જુઓ, તમે ધન-સંપત્તિરૂપ માયામાં કેમ ભૂલી રહ્યા છો? તમે ક્યાંથી આવ્યા છો અને ક્યાં ચાલ્યા જશો અને દોલત જ્યાંની ત્યાં પડી રહેશે. લક્ષ્મી તમારી નાત-જાતની નથી, વંશ-પરંપરાની નથી, બીજ તો શું? તમારા એક પ્રદેશનું પણ પ્રતિરૂપ નથી. જો એને તમે નોકરડી બનાવીને ન રાખી તો એ તમને લાત મારશે, માટે મહાન થઈને તમારે આવો અન્યાય કરવો યોગ્ય નથી. ૭.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com