________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૪
સમયસાર નાટક અર્થ:- તે જ જીવ ઉપજે છે કે જે મરણને પ્રાપ્ત થાય છે, સ્વભાવથી તે જીવ ન વિનાશ પામ્યો છે અને નિશ્ચયથી ન ઊપજ્યો છે, સદા એકરૂપ છે. ત્યારે કોણ ઊપસ્યું અને વિણસ્યું છે? પર્યાય જ ઊપજી છે અને પર્યાય જ વિણસી છે. જેમ કે દેવ પર્યાય ઉત્પન્ન થઈ છે, મનુષ્ય પર્યાય નાશ પામી છે, એ પર્યાયનો ઉત્પાદ-વ્યય છે. જીવને ધ્રૌવ્ય જાણવો.
एवं भावमभावं भावाभावं अभावभावं च। गुणपज्जयेहिं सहिदो संसरमाणो कुणदि जीवो।।२१।।
(પંચાસ્તિકાય પૃ. ૪૫) અર્થ:- પર્યાયાર્થિક નયની વિવક્ષાથી પંચપરાવર્તનરૂપ સંસારમાં ભ્રમણ કરતો આ આત્મા દેવાદિ પર્યાયોને ઉત્પન્ન કરે છે, મનુષ્યાદિ પર્યાયોનો નાશ કરે છે, તથા વિદ્યમાન દેવાદિ પર્યાયોના નાશનો આરંભ કરે છે અને જે વિદ્યમાન નથી તે મનુષ્યાદિ પર્યાયના ઉત્પાદનો આરંભ કરે છે.
ખૂબ યાદ રાખવું કે નયનું કથન અપેક્ષિત હોય છે અને ત્યારે જ તે સુનય કહેવાય છે, જો અપેક્ષારહિત કથન કરવામાં આવે તો તે નય નથી, કુનય છે.
ते साविक्खा सुणया णिरविक्खा ते वि दुण्णया होंति।
सयलववहारसिद्धी सुणयादो होदि णियमेण।। અર્થ - આ નય પરસ્પર અપેક્ષા સહિત હોય ત્યારે તો સુનય છે અને તે જ જ્યારે અપેક્ષારહિત લેવામાં આવે ત્યારે દુર્નય છે. સુનયથી સર્વ વ્યવહારની સિદ્ધિ થાય છે.
અન્ય મતાવલંબી પણ જીવ પદાર્થના એક જ ધર્મ ઉપર દષ્ટિ રાખીને મસ્ત થઈ ગયા છે, તેથી જૈનમતમાં તેમને “મતવાળા* કહ્યા છે. આ અધિકારમાં ચૌદ મતવાળાઓને સંબોધન કર્યું છે અને એમના માનેલા પ્રત્યેક ધર્મનું સમર્થન કરતાં સ્યાદ્વાદને પુષ્ટ કરેલ છે.
૧. પાગલ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com