________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સર્વવિશુદ્ધિ દ્વાર
૨૬૫ याही भांति आतम दरबके अनेक अंग,
एक मानै एककौं न मानै सो कुमति है। टेक डारि एकमैं अनेक खोजै सो सुबुद्धि ,
खोजी जीवै वादी भरे सांचि कहवति है।। ४५।। શબ્દાર્થ:- યાહી ભાંતિ = આ રીતે. કુમતિ = મિથ્યાજ્ઞાન. ખોર્જ = ગોતે. સુબુદ્ધિ = સમ્યજ્ઞાન. ખોજી = ઉદ્યોગી.
અર્થ - જીવ પદાર્થના લક્ષણમાં ભેદ નથી, સર્વ જીવ સમાન છે, તેથી વેદાંતીનો માનેલો અદ્વૈતવાદ સત્ય છે. જીવના ઉદયમાં ગુણોના તરંગો ઉઠે છે, તેથી મીમાંસકનો માનેલો ઉદય પણ સત્ય છે. જીવમાં અનંત શક્તિ હોવાથી સ્વભાવમાં પ્રવર્તે છે, તેથી તૈયાયિકનું માનેલું, ઉદ્યમ અંગ પણ સત્ય છે. જીવની પર્યાયો ક્ષણે ક્ષણે બદલે છે, તેથી બૌદ્ધમતીનો માનેલો ક્ષણિકભાવ પણ સત્ય છે. જીવના પરિણામ કાળના ચક્રની જેમ ફરે છે અને તે પરિણામોના પરિણમનમાં કાળદ્રવ્ય સહાયક છે, તેથી શૈવોનો માનેલો કાળ પણ સત્ય છે. આ રીતે આત્મપદાર્થના અનેક અંગ છે. એકને માનવું અને એકને ન માનવું એ મિથ્યાજ્ઞાન છે અને દુરાગ્રહ છોડીને એકમાં અનેક ધર્મો ગોતવા એ સમ્યજ્ઞાન છે. તેથી સંસારમાં જે કહેવત છે કે, “ખોજી પાવે વાદી મરે” તે સત્ય છે. ૪૫.
સ્યાદ્વાદનું વ્યાખ્યાન (સવૈયા એકત્રીસા) एकमैं अनेक है अनेकहीमैं एक है सो,
एक न अनेक कछु कह्यो न परतु है। करता अकरता है भोगता अभोगता है,
उपजै न उपजत मूएं न मरतु है।। बोलत विचारत न बोलै न विचारै कछू,
भेखकौ न भाजन पै भेखसौ धरतु है।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com