________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૦
સમયસાર નાટક અર્થ- આ જગહિતકારી ગ્રંથ પ્રાકૃત ભાષામાં હતો, અમૃતચંદ્ર સ્વામીએ તેને અત્યંત શ્રેષ્ઠ જાણીને એની સંસ્કૃત ટીકા બનાવી. ૧૩૮.
(દોહરા) सरब विसुद्धी द्वारलौं, आए करत बखान।
तब आचारज भगतिसौं, करै ग्रंथ गुन गान।। १३९ ।। અર્થ- અમૃતચંદ્ર સ્વામીએ સર્વવિશુદ્ધિ દ્વાર સુધી આ ગ્રંથનું સંસ્કૃત ભાષામાં વ્યાખ્યાન કર્યું છે અને ભક્તિપૂર્વક ગુણાનુવાદ ગાયાં છે. ૧૩૯.
દસમા અધિકારનો સાર અનંતકાળથી જન્મ-મરણારૂપ સંસારમાં નિવાસ કરતાં આ મોહી જીવે પુદ્ગલોના સમાગમથી કદી પોતાના સ્વરૂપનો આસ્વાદ લીધો નથી; અને રાગ-દ્વેષ આદિ મિથ્યાભાવોમાં તત્પર રહ્યો. હવે સાવધાન થઈને નિજાત્મઅભિરુચિરૂપ સુમતિ રાધિકા સાથે સંબંધ કરવો અને પરપદાર્થોમાં અહંબુદ્ધિરૂપ કુમતિ કુબ્બાથી વિરક્ત થવું ઉચિત છે. સુમતિ રાધિકા શેતરંજના ખેલાડી સમાન પુરુષાર્થને મુખ્ય કરે છે અને કુમતિ કુબ્બા ચોપાટના ખેલાડીની જેમ “પાસા પડે તો દાવ'ની નીતિથી ભાગ્યનું અવલંબન લે છે. આ દષ્ટાંતથી સ્પષ્ટ છે કે નીતિથી પોતાના બુદ્ધિબળ અને બાહ્ય સાધનોનો સંગ્રહ કરીને ઉદ્યોગમાં તત્પર થવાની શિખામણ આપવામાં આવી છે. નસીબની વાત છે, કર્મ જેવો રસ આપશે તે થશે, ભાગ્યમાં નથી, ઇત્યાદિ ભાગ્યને રોવું તેને અજ્ઞાનભાવ કહ્યો છે, કારણ કે ભાગ્ય આંધળું છે અને પુરુષાર્થ દેખતો છે.
આત્મા પૂર્વકર્મરૂપ વિષવૃક્ષોનો કર્તા-ભોક્તા નથી, આ જાતનો વિચાર દઢ રાખવાથી અને શુદ્ધાત્મપદમાં મસ્ત રહેવાથી તે કર્મ–સમૂહ પોતાની મેળે નષ્ટ થઈ જાય છે. જો આંધળો મનુષ્ય લંગડા મનુષ્યને પોતાના ખભા ઉપર લઈ લે, તો આંધળો લંગડાના જ્ઞાન અને લંગડો આંધળાના પગની મદદથી રસ્તો પસાર કરી શકે છે. પરંતુ આંધળો એકલો જ રહે અને લંગડો પણ તેનાથી જુદો રહે તો, તે બને ઇચ્છિત ક્ષેત્રે પહોંચી શકતા નથી અને વિપત્તિ ઉપર વિજય મેળવી શકતા નથી. એ જ દશા જ્ઞાન અને ચારિત્રની છે. સાચું પૂછો તો, જ્ઞાન વિના ચારિત્ર ચારિત્ર જ નથી, અને ચારિત્ર વિના જ્ઞાન જ્ઞાન જ નથી, કારણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com