________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સ્યાદ્વાદ દ્વારા
૩૨૭
શબ્દાર્થ - ક્રૂર = મૂર્ખ. પરપંચ = ઠગાઈ. સુધી = સમ્યજ્ઞાની. પરિહરૈગૌ = છોડશે. ધરા = ધરતી.
અર્થ - કોઈ કોઈ મૂર્ખ ચાર્વાક કહે છે કે શરીર અને જીવ બન્નેનો એક પિંડ છે, એટલે જ્યારે શરીર નાશ પામશે ત્યારે જીવ પણ નાશ પામી જશે; જેવી રીતે વૃક્ષનો નાશ થવાથી છાયાનો નાશ થઈ જાય છે, તેવી જ રીતે શરીરનો નાશ થવાથી જીવનો પણ નાશ થઈ જશે. આ ઇન્દ્રજાળિયાની માયા સમાન કૌતુક થઈ રહ્યું છે, જીવાત્મા દીપકની જ્યોતના પ્રકાશ સમાન શરીરમાં સમાઈ જશે. પછી શરીર ધારણ નહીં કરે. આ બાબતમાં સમ્યજ્ઞાની કહે છે કે જીવ પદાર્થ શરીરથી સદૈવ ભિન્ન છે, તે કાળલબ્ધિ પામીને પરપદાર્થો પ્રત્યે મમત્વ છોડશે અને પોતાના
સ્વરૂપને પ્રાપ્ત થઈને નિજાત્મભૂમિમાં વિશ્રામ કરીને તેમાં જ લીન થઈને પોતાને પોતે જ શુદ્ધ કરશે. ૨૧.
વળી-(દોહરા) ज्यौं तन कंचुक त्यागसौं, विनसै नांहि भुजंग।
त्यौं सरीरके नासतें, अलख अखंडित अंग।।२२।। શબ્દાર્થ- કંચુક = કાંચળી. ભુજંગ = સાપ. અખંડિત = અવિનાશી.
અર્થ:- જેવી રીતે કાંચળીનો ત્યાગ કરવાથી સાપ નાશ પામતો નથી, તેવી જ રીતે શરીરનો નાશ થવાથી જીવ પદાર્થ નાશ પામતો નથી. ૨૨.
દસમા પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન (સવૈયા એકત્રીસા) कोऊ दुरबुद्धी कहै पहले न हुतौ जीव,
देह उपजत अब उपज्यौ है आइकै।
अर्थालम्बनकाल एव कलयन् ज्ञानस्य सत्त्वं बहि
ज्ञेयालम्बनलालसेन मनसा भ्राम्यन् पशुर्नश्यति। नास्तित्वं परकालतोऽस्य कलयन स्याद्वादवे
स्तिष्ठत्यात्मनिखातनित्यसहजज्ञानैकपुञ्जीभवन्।।११।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com