________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સર્વવિશુદ્ધિ દ્વાર
૩૧૧ કે જ્ઞાન વિના પદાર્થનું સ્વરૂપ કોણ ઓળખશે અને ચારિત્ર વિના સ્વરૂપમાં વિશ્રામ કેવી રીતે મળશે? તેથી સ્પષ્ટ છે કે જ્ઞાન-વૈરાગ્યની જડી છે. ક્રિયાના ફળમાં લીન થવાનો જૈનમતમાં કાંઈ મહિમા નથી, તેને “કરની હિત હરની સદા, મુકતિ વિતરની નહિ” કહ્યું છે. તેથી જ્ઞાનીઓ જ્ઞાનગોચર અને જ્ઞાનસ્વરૂપ આત્માનો જ અનુભવ કરે છે.
યાદ રહે કે જ્ઞાન આત્માનો અસાધારણ ગુણ છે, જ્યારે તે શયનું ગ્રહણ કરે છે અર્થાત્ જાણે છે, ત્યારે તેની પરિણતિ જ્ઞયાકાર થાય છે કારણ કે જ્ઞાન સવિકલ્પ છે, દર્શન સમાન નિર્વિકલ્પ નથી, અર્થાત્ જ્ઞાન જ્ઞયના આકાર આદિનો વિકલ્પ કરે છે કે આ નાનું છે, આ મોટું છે, વાંકું છે, સીધું છે, ઊંચું છે, નીચું છે, ગોળ છે, ત્રિકોણ છે, મીઠું છે, કડવું છે, સાધક છે, બાધક છે, હેય છે, ઉપાદેય છે, ઇત્યાદિ. પરંતુ જ્ઞાન જ્ઞાન જ રહે છે, જ્ઞયનું જ્ઞાયક હોવાથી અથવા જ્ઞયાકારે પરિણમવાથી શેયરૂપ થતું નથી, પરંતુ જ્ઞાનમાં શેયની આકૃતિ પ્રતિબિંબિત થવાથી અથવા તેમાં આકાર આદિનો વિકલ્પ થવાથી અજ્ઞાનીઓ જ્ઞાનનો દોષ સમજે છે અને કહે છે કે જ્યારે આ જ્ઞાનની સવિકલ્પતા મટી જશે–અર્થાત્ આત્મા શૂન્ય જડ જેવો થઈ જશે, ત્યારે જ્ઞાન નિર્દોષ થશે, પરંતુ “વસ્તુભાવ મિટે નહિ યોહી ની નીતિથી તેમનો વિચાર નિષ્ફળ છે. ઘણુંખરું જોવામાં આવ્યું છે કે આપણે કાંઈ ને કાંઈ ચિંતવન કર્યા જ કરીએ છીએ, તેનાથી ખેદખિન્ન થયા કરીએ છીએ અને ઇચ્છીએ છીએ કે આ ચિંતવન ન થયા કરે. એ માટે આપણો અનુભવ એવો છે કે ચેતયિતા ચેતન તો ચેતતો જ રહે છે, ચેતતો હતો અને ચેતતો રહેશે, તેનો ચેતના સ્વભાવ મટી શકતો નથી. “તાતેં ખેદ કરેં સઠ યોહી”ની નીતિથી ખિન્નતા પ્રતીત થાય છે, માટે ચિંતવન, ધર્મ-ધ્યાન અને મંદકપાયરૂપ થવું જોઈએ. એમ કરવાથી ઘણી શાંતિ મળે છે તથા સ્વભાવનો સ્વાદ મળવાથી સાંસારિક સંતાપ સતાવી શકતા નથી, તેથી સદા સાવધાન રહીને ઇષ્ટ-વિયોગ, અનિષ્ટ-સંયોગ પરિગ્રહ-સંગ્રહ આદિને અત્યંત ગૌણ કરીને નિર્ભય, નિરાકુળ, નિગમ, નિર્ભેદ આત્માના અનુભવનો અભ્યાસ કરવો જોઈએ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com