________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૮
સમયસાર નાટક
जौलौं ज्ञेय तौलौं ग्यान सर्व दर्वमैं विग्यान,
ज्ञेय क्षेत्र मान ग्यान जीव वस्तु नांही है।। देह नसै जीव नसै देह उपजत लसै,
आतमा अचेतना है सत्ता अंस मांही है। जीव छिनभंगुर अग्यायक सहजरूपी ग्यान,
ऐसी ऐसी एकान्त अवस्था मूढ पांही है।।१२।। અર્થ - (૧) શય, (૨) રૈલોકયમય, (૩) અનેક જ્ઞાન, (૪) શયનું પ્રતિબિંબ, (૫) શય કાળ, (૬) દ્રવ્યમય જ્ઞાન, (૭) ક્ષેત્રયુત જ્ઞાન, (૮) જીવ નાસ્તિ, (૯) જીવ વિનાશ, (૧૦) જીવ ઉત્પાદ, (૧૧) આત્મા અચેતન, (૧૨) સત્તા અંશ, (૧૩) ક્ષણભંગુર અને (૧૪) અજ્ઞાયક. આવી રીતે ચૌદ નય છે. જે કોઈ એક નયનું ગ્રહણ કરે અને બાકીનાને છોડે, તે એકાંતી મિથ્યાદષ્ટિ છે. (૧) શેય-એક પક્ષ એ છે કે જ્ઞાન માટે શેય કારણ છે. (૨) ગૈલોકય પ્રમાણ-એક પક્ષ એ છે કે આત્મા ત્રણ લોક બરાબર છે. (૩) અનેક જ્ઞાન-એક પક્ષ એ છે કે શેયમાં અનેકતા હોવાથી જ્ઞાન પણ અનેક છે. (૪) જ્ઞયનું પ્રતિબિંબ–એક પક્ષ એ છે કે જ્ઞાનમાં જ્ઞય પ્રતિબિંબિત થાય છે. (૫) ય કાળ-એક પક્ષ એ છે કે જ્યાં સુધી શેય છે ત્યાં સુધી જ્ઞાન છે શયનો
નાશ થવાથી જ્ઞાનનો પણ નાશ છે. (૬) દ્રવ્યમય જ્ઞાન-એક પક્ષ એ છે કે સર્વ દ્રવ્ય બ્રહ્મથી અભિન્ન છે, તેથી બધા
પદાર્થો જ્ઞાનરૂપ છે. (૭) ક્ષેત્રયુત જ્ઞાન-એક પક્ષ એ છે કે જ્ઞયના ક્ષેત્ર બરાબર જ્ઞાન છે એનાથી બહાર નથી.
૧. ‘કુરૂપી જ્ઞાન ' એવો પણ પાઠ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com