________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૬
સમયસાર નાટક શબ્દાર્થ - ચતુષ્ક = ચાર-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ. અતિ = છે. નાસતિ = નથી. નિયત = નિશ્ચય. પરજાઈ = અવસ્થા. સત્તાભૂમિ = ક્ષેત્રાવગાહ.
અર્થ - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એ ચારે વસ્તુમાં જ છે, તેથી પોતાના ચતુષ્ક અર્થાત્ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર સ્વકાળ અને સ્વભાવની અપેક્ષાએ વસ્તુ અતિરૂપ છે અને પરચતુષ્ક અર્થાત્ પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવની અપેક્ષાએ વસ્તુ નાસિરૂપ છે. આ રીતે નિશ્ચયથી દ્રવ્ય અતિ-નાસિરૂપ છે. તેમના ભેદ દ્રવ્ય અને પર્યાયમાં જાણી શકાય છે. વસ્તુને દ્રવ્ય, સત્તાભૂમિને ક્ષેત્ર, વસ્તુના પરિણમનને કાળ અને વસ્તુના મૂળ સ્વભાવને ભાવ કહે છે. આ રીતે બુદ્ધિથી સ્વચતુષ્ટય અને પરચતુષ્ટયની કલ્પના કરવી તે વ્યવહારનયનો ભેદ છે.
વિશેષ - ગુણ-પર્યાયોના સમૂહને વસ્તુ કહે છે, એનું જ નામ દ્રવ્ય છે. પદાર્થ આકાશમાં જે પ્રદેશોને રોકીને રહે છે અથવા જે પ્રદેશોમાં પદાર્થ રહે છે, તે સત્તાભૂમિને ક્ષેત્ર કહે છે. પદાર્થના પરિણમન અર્થાત્ પર્યાયથી પર્યાયાંતર થવું તેને કાળ કહે છે. અને પદાર્થના નિજસ્વભાવને ભાવ કહે છે. આ જ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પદાર્થનું ચતુષ્ક અથવા ચતુષ્ટય કહેવાય છે. આ પદાર્થનું ચતુષ્ટય સદા પદાર્થમાં જ રહે છે, તેનાથી ભિન્ન થતું નથી. જેમ કે-ઘટમાં સ્પર્શ, રસ અથવા રુક્ષ, કઠોર, રક્ત આદિ ગુણપર્યાયોનો સમુદાય દ્રવ્ય છે, જે આકાશના પ્રદેશોમાં ઘટ સ્થિત છે અથવા ઘટના પ્રદેશો તેનું ક્ષેત્ર છે, ઘટના ગુણ-પર્યાયોનું પરિવર્તન તેનો કાળ છે, ઘટની જળધારણની શક્તિ તેનો ભાવ છે. એવી જ રીતે પટ પણ એક પદાર્થ છે, ઘટની જેમ પટમાં પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ છે. ઘટના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ઘટમાં છે. પટમાં નથી; તેથી ઘટ પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી અતિરૂપ છે અને પટના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી નાસ્તિરૂપ છે. એવી જ રીતે પટના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી અતિરૂપ છે, પટના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ઘટમાં નથી, તેથી પટ, ઘટના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી નાસ્તિરૂપ છે. ૧૦.
સ્યાદ્વાદના સાત ભંગ (દોહરા) है नांही नांही सु है, है है नांही नांहि। यह सरवंगी नय धनी, सब मानै सबमांहि।।११।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com