________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સ્યાદ્વાદ દ્વારા
- ૩૧૫
શબ્દાર્થ:- અવિનર = નિત્ય. નશ્વર = અનિત્ય. નિજાધીન = પોતાને આધીન. પરાધીન = બીજાને આધીન. નાહી =નષ્ટ થનાર.
અર્થ - શિષ્ય પૂછે છે કે હે સ્વામી! જગતમાં જીવ સ્વાધીન છે કે પરાધીન? જીવ એક છે અથવા અનેક? જીવ સદાકાળ છે અથવા કોઈવાર જગતમાં નથી રહેતો? જીવ અવિનાશી છે અથવા નાશવાન છે? શ્રીગુરુ કહે છે કે દ્રવ્યદૃષ્ટિથી જુઓ તો જીવ સદાકાળ છે, સ્વાધીન છે, એક છે અને અવિનાશી છે. પર્યાયદષ્ટિએ પરાધીન, ક્ષણભંગુર, અનેકરૂપ અને નાશવાન છે, તેથી જ્યાં જે અપેક્ષાએ કહેવામાં આવ્યું હોય તેને પ્રમાણ કરવું જોઈએ.
વિશેષ:- જ્યારે જીવની કમરહિત શુદ્ધ અવસ્થા ઉપર દષ્ટિ મૂકવામાં આવે છે, ત્યારે તે સ્વાધીન છે, જ્યારે તેની કર્માધીન દશા ઉપર ધ્યાન આપવામાં આવે છે, ત્યારે તે પરાધીન છે. લક્ષણની દષ્ટિએ સર્વ જીવદ્રવ્ય એક છે, સંખ્યાની દષ્ટિએ અનેક છે. જીવ હતો, જીવ છે, જીવ રહેશે, એ દષ્ટિએ જીવ સદાકાળ છે, જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે, તેથી એક ગતિમાં સદાકાળ નથી. જીવ પદાર્થ કદી નષ્ટ થઈ જતો નથી, તેથી તે અવિનાશી છે, ક્ષણે-ક્ષણે પરિણમન કરે છે તેથી તે અનિત્ય છે. ૯. પદાર્થ સ્વ-ચતુષ્ટયની અપેક્ષાએ અસ્તિત્વરૂપ અને પર-ચતુષ્ટયની અપેક્ષાએ નાસિરૂપ છે.
(સવૈયા એકત્રીસા) दर्व खेत काल भाव च्यारौं भेद वस्तुहीमैं ,
अपने चतुष्क वस्तु अस्तिरूप मानियै। परके चतुष्क वस्तु नासति नियत अंग,
ताकौ भेद दर्व-परजाइ मध्य जानियै।। दरब तौ वस्तु खेत सत्ताभूमि काल चाल ,
स्वभाव सहज मूल सकति बखानियै। याही भांति पर विकलप बुद्धि कलपना,
विवहारद्रिष्टि अंस भेद परवांनियै।। १०।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com