________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮)
સમયસાર નાટક માયાચારિણી હતી, તેણે બીજાના પતિને વશ કરી રાખ્યો હતો. કુબુદ્ધિ જગતને અણગમતી લાગે છે તેથી કુરૂપા છે, કુબ્બા કાળી, કાંતિહીન જ હતી તેથી કુરૂપા હતી. કુબુદ્ધિ પરદ્રવ્યોને અપનાવે છે; કુન્શા બીજાના પતિ સાથે સંબંધ રાખતી હતી તેથી બન્ને વ્યભિચારિણી થઈ. કુબુદ્ધિ પોતાની અશુદ્ધતાથી વિષયોને આધીન થાય છે તેથી વેચાઈ ગયેલા જેવી છે, કુબ્બા પરવશ પડી હતી તેથી બીજાના હાથે વેચાઈ જ ગઈ હતી. દુર્બુદ્ધિને અથવા કુન્જાને પોતાનું ભલું-બૂરું દેખાતું નથી તેથી બન્નેની દશા આંધળા જેવી થઈ. કુબુદ્ધિ પરપદાર્થોમાં અહંબુદ્ધિ કરવામાં સમર્થ છે, કુબ્બા પણ કૃષ્ણને કબજામાં રાખવા માટે સમર્થ હતી તેથી બને કબંધ સમાન બળવાન છે. બન્ને કર્મોનો બંધ વધારે છે. બન્નેની પ્રવૃત્તિ ઉપદ્રવ તરફ રહે છે. કુબુદ્ધિ પોતાના પતિ આત્મા તરફ નથી જોતી, કુબ્બા પણ પોતાના પતિ તરફ જતી ન હતી, તેથી બન્નેની રાંડ જેવી રીત છે. બન્નેય શરાબી સમાન પાગલ થઈ રહી છે. દુર્બુદ્ધિમાં કોઈ ધાર્મિક નિયમ આદિનું બંધન નથી, કુબ્બા પણ પોતાના પતિ આદિની આજ્ઞામાં રહેતી નહોતી, તેથી બન્ને સાંઢ સમાન સ્વતંત્ર છે, બન્ને ભાંડની સંતતિ સમાન નિર્લજ્જ છે. દુર્બુદ્ધિ પોતાના આત્મક્ષેત્રરૂપ ઘરનો મર્મ જાણતી નથી, કુબ્બા પણ દુરાચારમાં રત રહેતી હતી, ઘરની દશા જોતી ન હતી. દુબુદ્ધિ કર્મને આધીન છે, કુબ્બા પરપતિને આધીન, તેથી બન્ને પરાધીનતાના કલેશમાં છે. આ રીતે દુર્બુદ્ધિને કુબ્બા ઉદાસીની ઉપમા આપી છે. ૭૪.
૧. વ્યભિચારિણી સ્ત્રીઓ પોતાના મોઢે પોતાના શરીરનું મૂલ્ય કરે છે–અર્થાત્ પોતાનું અમૂલ્ય શીલ
વેચી દે છે, આ વાત ધ્યાનમાં રાખીને કવિએ કહ્યું છે કે, “અપુનો પ્રવાન કરિ આપુહી બિકાઈ હૈ.' ૨. આ પણ હિન્દુ-ધર્મશાસ્ત્રોનું દષ્ટાંત માત્ર લીધું છે કે કબંધ પૂર્વ જન્મમાં ગંધર્વ હતો, તેણે દુર્વાસા
ઋષિને ગીત સંભળાવ્યું, પણ તેઓ કાંઈ પ્રસન્ન ન થયા, ત્યારે તેણે મુનિની મશ્કરી કરી, તેથી દુર્વાસાએ ક્રોધે ભરાઈને શાપ આપ્યો કે તું રાક્ષસ થઈ જા. બસ પછી શું થાય? તે રાક્ષસ થઈ ગયો. તેને એક એક યોજનના હાથ હતા અને તે ખૂબ જ બળવાન હતો. તે પોતાના હાથથી એક યોજન દૂરના જીવોને પણ ખાઈ જતો હતો અને ખૂબ ઉપદ્રવ કરતો હતો, તેથી ઇન્દ્ર તેને વજ માર્યું તેથી તેનું માથું તેના જ પેટમાં ઘૂસી ગયું પણ તે શાપને કારણે મર્યો નહિ ત્યારથી તેનું નામ કબંધ પડયું. એક દિવસ વનમાં ફરતા રામ-લક્ષ્મણ બન્ને ભાઈ એના સપાટામાં આવી ગયા અને તેમને પણ ખાવાની તેણે ઇચ્છા કરી ત્યારે રામચંદ્રજીએ તેના હાથ કાપી નાખ્યા અને તેને સ્વર્ગમાં પહોંચાડી દીધો. ૩. દાસી = વિવાહ-વિધિ વિના જ ધર્મવિરુદ્ધ રાખેલી સ્ત્રી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com