________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૬
સમયસાર નાટક
જ્ઞાન અને ચારિત્ર ઉપર પાંગળા અને આંધળાનું દષ્ટાંત (દોહરા) जथा अंधके कंधपर, चढे पंगु नर कोइ। वाके हग वाके चरन, होंहि पथिक मिलि दोइ।। ८४।। जहाँ ग्यान किरिया मिलै, तहाँ मोख-मग सोइ।
वह जानै पदको मरम, वह पदमै थिर होइ।। ८५।। શબ્દાર્થ - પંગુ = લંગડો. વાકે = તેના. દંગ = આંખ. ચરન = પગ. પથિક = રસ્તે ચાલનાર. ક્રિયા = ચારિત્ર. પદકો મરમ = આત્માનું સ્વરૂપ. પદમેં થિર હોઈ = આત્મામાં સ્થિર થાય.
અર્થ- જેવી રીતે કોઈ લંગડો મનુષ્ય આંધળાના ખભા ઉપર બેસે, તો લંગડાની આંખો અને આંધળાના પગના સહકારથી બન્નેનું ગમન થાય છે. ૮૪. તેવી જ રીતે જ્યાં જ્ઞાન અને ચારિત્રની એકતા છે ત્યાં મોક્ષમાર્ગ છે; જ્ઞાન આત્માનું સ્વરૂપ જાણે છે અને ચારિત્ર આત્મામાં સ્થિર થાય છે. ૮૫.
જ્ઞાન અને ક્રિયાની પરિણતિ (દોહરો) ग्यान जीवकी सजगता', करम जीवकी भूल। ग्यान मोख अंकूर है, करम जगतको मूल।।८६ ।। ग्यान चेतनाके जगै, प्रगटै केवलराम।
कर्म चेतनामैं बसै, कर्मबंध परिनाम।। ८७।। શબ્દાર્થ:- સજગતા = સાવધાની. અંકૂર = છોડ. કેવલરામ = આત્માનું શુદ્ધ સ્વરૂપ. કર્મચેતના = જ્ઞાનરહિત ભાવ. પરિનામ = ભાવ.
અર્થ- જ્ઞાન જીવની સાવધાનતા છે અને શુભાશુભ પરિણતિ તેને ભૂલાવે છે. જ્ઞાન મોક્ષનું ઉત્પાદક છે અને કર્મ જન્મ-મરણરૂપ સંસારનું કારણ છે. ૮૬. જ્ઞાનચેતનાનો ઉદય થવાથી શુદ્ધ પરમાત્મા પ્રગટ થાય છે. અને શુભાશુભ પરિણતિથી બંધ યોગ્ય ભાવ ઉત્પન્ન થાય છે.૮૭.
૧. “સહજગતિ” એવો પણ પાઠ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com