________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩OO
સમયસાર નાટક શબ્દાર્થ- પ્રગટ = સાક્ષાત. તથાપિ = તોપણ. વિગત = રહિત. તરંગ = વિકલ્પ. સુધી = ભેદવિજ્ઞાની.
અર્થ- જોકે કરુણાભાવ જ્ઞાનનું સાક્ષાત્ અંગ છે, તોપણ અનુભવની પરિણતિ નિર્વિકલ્પ રહે છે. ૧૧૪. જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતાપૂર્વક આત્મસ્વરૂપમાં સ્થિર થઈને મોક્ષમાર્ગને સાધે છે, તે જ ભેદવિજ્ઞાની અનુભવી છે. ૧૧૫.
આત્મ-અનુભવનું પરિણામ. (સવૈયા એકત્રીસા) जोई द्रिग ग्यान चरनातममै बैठि ठौर,
भयौ निरदौर पर वस्तुकौं न परसै। सुद्धता विचारै ध्यावै सुद्धतामै केलि करै,
सुद्धतामै थिर है अमृत-धारा बरसै।। त्यागि तन कष्ट है सपष्ट अष्ट करमको,
करि थान भ्रष्ट नष्ट करै और करसै। सो तौ विकलप विजई अलप काल मांहि,
त्यागि भौ विधान निरवान पद परसै।।११६ ।। શબ્દાર્થ- નિરદૌર = પરિણામોની ચંચળતા રહિત. થાન (સ્થાન) = ક્ષેત્ર. પરર્સ (સ્પર્શે ) = અડે. કેલિ = મોજ. સપષ્ટ (સ્પષ્ટ) = ખુલાસો. કરસે (કુશ કરે) = જીર્ણ કરે. વિકલપ વિજઈ = વિકલ્પોની જાળને જીતનાર. અલપ (અલ્પ) = થોડું. ભૌ વિધાન = જન્મ-મરણના ફેરા. નિરવાન (નિર્વાણ ) = મોક્ષ
અર્થ:- જે કોઈ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ આત્મામાં અત્યંત દઢ સ્થિર થઈને વિકલ્પ જાળને દૂર કરે છે અને તેના પરિણામે પરપદાર્થોને અડતા પણ નથી. જે આત્મશુદ્ધિની ભાવના અને ધ્યાન કરે છે અથવા શુદ્ધ આત્મામાં મોજ કરે છે અથવા એમ કહો કે શુદ્ધ આત્મામાં સ્થિર થઈને આત્મીય આનંદની અમૃત ધારા વરસાવે છે, તે શારીરિક કષ્ટોને ગણતા નથી અને સ્પષ્ટપણે આઠ કર્મોની સત્તાને શિથિલ અને વિચલિત કરી નાખે છે, તથા તેમની નિર્જરા અને નાશ કરે છે. તે નિર્વિકલ્પ જ્ઞાની થોડા જ સમયમાં જન્મ-મરણરૂપ સંસાર છોડીને પરમધામ અર્થાત્ મોક્ષ પામે છે. ૧૧૬.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com