________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સર્વવિશુદ્ધિ દ્વાર
૩૦૫ અર્થ:- શ્રીગુરુ કહે છે કે જિનવાણીનો વિસ્તાર વિશાળ અને અપરંપાર છે, અમે કયાં સુધી કહીશું વધારે બોલવું અમારે યોગ્ય નથી, તેથી હવે મૌન થઈ રહેવું સારું છે, કારણ કે વચન એટલા જ બોલવા જોઈએ, જેટલાથી પ્રયોજન સધાય. અનેક પ્રકારનો બકવાદ કરવાથી અનેક વિકલ્પ ઊઠે છે, તેથી તેટલું જ કથન કરવું બરાબર છે જેટલાનું કામ હોય. બસ, શુદ્ધ પરમાત્માના અનુભવનો અભ્યાસ કરો, એ જ મોક્ષમાર્ગ છે અને એટલો જ પરમાર્થ છે. ૧૨૫.
વળી-(દોહરો) सुद्धातम अनुभौ क्रिया, सुद्ध ग्यान द्रिग दौर।
मुकति-पंथ साधन यहै, वागजाल सब और।।१२६ ।। શબ્દાર્થ:- ક્રિયા = ચારિત્ર. દ્રિગ = દર્શન. વાગજાલ = વચનોનો આડંબર.
અર્થ - શુદ્ધ આત્માનો અનુભવ કરવો તે જ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે, બાકી બધો વચનનો આડંબર છે. ૧૨૬.
અનુભવ યોગ્ય શુદ્ધ આત્માનું સ્વરૂપ. (દોહરો) जगत चक्षु आनंदमय, ग्यान चेतनाभास। निरविकलप सासुत सुथिर, कीजै अनुभौ तास।।१२७।। अचल अखंडित ग्यानमय, पूरन वीत ममत्व।
ग्यान गम्य बाधा रहित, सो है आतम तत्त्व।। १२८ ।। અર્થ:- આત્મપદાર્થ જગતના સર્વ પદાર્થોને દેખવા માટે નેત્ર છે, આનંદમય છે, જ્ઞાન-ચેતનાથી પ્રકાશિત છે, સંકલ્પ-વિકલ્પ રહિત છે, સ્વયંસિદ્ધ છે, અવિનાશી
इदमेंकं जगच्चक्षुरक्षयं याति पूर्णताम्। विज्ञानघनमानन्दमयमध्यक्षतां नयत्।। ५२।। इतीदमात्मनस्तत्त्वं ज्ञानमात्रमवस्थितम्। अखण्डमेकमचलं स्वसंवेद्यमबाधितम।। ५३।।
इति सर्वविशुद्धिज्ञानाधिकारः ।। १० ।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com