________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૪
સમયસાર નાટક અર્થ:- જે જ્ઞાની જીવ પૂર્વે મેળવેલા શુભાશુભ કર્મફળને અનુરાગપૂર્વક ભોગવતા નથી અને હંમેશાં શુદ્ધ આત્મ-પદાર્થમાં મસ્ત રહે છે, તે તરત જ કર્મપરિણતિરહિત મોક્ષપદને પ્રાપ્ત કરે છે અને આગામી કાળમાં પરમ જ્ઞાનનો આનંદ અનંત કાળ સુધી ભોગવે છે. ૧૦૪. ૧૦૫.
જ્ઞાનીની ઉન્નતિનો ક્રમ (છપ્પા) जो पूरवकृतकरम, विरख-विष-फल नहि भुंजै। जोग जुगति कारिज करंति, ममता न प्रयुंजै।। राग विरोध निरोधि, संग विकलप सब छंडइ। सुद्धातम अनुभौ अभ्यासि, सिव नाटक मंडइ।। जो ग्यानवंत इहि मग चलत, पूरन है केवल लहै।
सो परम अतींद्रिय सुख विर्षे, मगन रूप संतत रहै।। १०६ ।। શબ્દાર્થ:- વિરખ-વિષ-ફળ = વિષવૃક્ષના ફળ. કારિજ = કાર્ય. પ્રjજૈ = કરે. ઇંડઈ = છોડે. મંડઈ = કરે. સતત = સદૈવ.
અર્થ- જે પૂર્વે કમાયેલા કર્મરૂપ વિષવૃક્ષના વિષફળ ભોગવતા નથી અર્થાત્ શુભફળમાં રતિ અને અશુભ ફળમાં અરતિ કરતા નથી, જે મન-વચન-કાયાના યોગોનો નિગ્રહ કરતા થકા વર્તે છે અને મમતા રહિત રાગ-દ્વેષ રોકીને પરિગ્રહજનિત સર્વ વિકલ્પોનો ત્યાગ કરે છે તથા શુદ્ધ આત્માના અનુભવનો અભ્યાસ કરીને મુક્તિનું નાટક ખેલે છે, તે જ્ઞાની ઉપર કહેલા માર્ગનું ગ્રહણ કરીને પૂર્ણસ્વભાવ પ્રાપ્ત કરી કેવળજ્ઞાન પામે છે અને સદૈવ ઉત્કૃષ્ટ અતીન્દ્રિય સુખમાં મસ્ત રહે છે. ૧૦૬.
अत्यन्तं भावयित्वा विरतिमविरतं कर्मणस्तत्फलाच्च
प्रस्पष्टं नाटयित्वा प्रलयनमखिलाज्ञानसंचेतनायाः। पूर्णं कृत्वा स्वभावं स्वरसपरिगतं ज्ञानसंचेतनां स्वां
सानन्दं नाटयन्तः प्रशमरसमितः सर्वकालं पिबन्तु।। ४०।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com