________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૯
સર્વવિશુદ્ધિ દ્વાર
दुरमति कुबिजा करम कमावै।
સુમતિ રાધિવા રામ રમાવા ૭૨ાા
(દોહરા) कुबिजा कारी कूबरी, करै जगतमैं खेद।
अलख अराधै राधिका , जानै निज पर भेद।। ७३।। અર્થ:- મૂર્ખના હૃદયમાં કુમતિ ઉત્પન્ન થાય છે અને જ્ઞાનીઓના હૃદયમાં સુમતિનો પ્રકાશ રહે છે. દુર્બુદ્ધિ કુમ્ભા સમાન છે, નવા કર્મોનો બંધ કરે છે અને સુબુદ્ધિ રાધિકા છે, આત્મરામમાં રમણ કરાવે છે. ૭ર. કુબુદ્ધિ કાળી કૂબડી કુબ્બા સમાન છે, સંસારમાં સંતાપ ઉપજાવે છે અને સુબુદ્ધિ રાધિકા સમાન છે, નિજ આત્માની ઉપાસના કરાવે છે તથા સ્વપરનો ભેદ જાણે છે. ૭૩.
દુર્મતિ અને કુબ્બાની સમાનતા (સવૈયા). कुटिल कुरूप अंग लगी है पराये संग,
अपुनौ प्रवांन करि आपुही बिकाई है। गहै गति अंधकीसी सकति कबंधकीसी,
बंधकौ बढ़ाउ करै धंधहीमैं धाई है। रांडकीसी रीत लिये मांडकीसी मतवारी,
सांड ज्यौं सुछंद डोलै भांडकीसी जाई है। घरको न जानै भेद करै पराधीन खेद ,
___ यात दुरबुद्धि दासी कुबजा कहाई है।।७४।। શબ્દાર્થ:- કુટિલ = કપટી. પરાયે =બીજાના. સંગ = સાથે. કબંધ = એક રાક્ષસનું નામ. માંડ (મષ્ઠ) = શરાબ. સુછંદ = સ્વતંત્ર. જાઈ =પેદા થઈ. યાર્ને = એથી.
અર્થ - કુબુદ્ધિ માયાનો ઉદય રહેતાં થાય છે તેથી તે કુટિલા છે, અને કુબ્બા
૧. હિન્દુ ધર્મમાં દેવી-ભાગવત આદિ ગ્રંથોનું કથન છે કે કુન્જા કંસની દાસી હતી. તેનું શરીર કુરૂપ,
કાંતિહીન હતું. રાજા શ્રીકૃષ્ણચંદ્ર પોતાની સ્ત્રી રાધિકાથી અલગ થઈને તેનામાં ફસાઈ ગયા હતા. રાધિકાએ ઘણા પ્રયત્નો કરતાં તેઓ સન્માર્ગે આવ્યા. તેનું અહીં દષ્ટાંત માત્ર લીધું છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com