________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૮
સમયસાર નાટક त्यौं सुग्यान जानै सकल , ज्ञेय वस्तुको मर्म। ज्ञेयाकृति परिनवै पै, तजै न आतम-धर्म।। ६८।। ग्यानधर्म अविचल सदा, गहै विकार न कोइ। राग विरोध विमोहमय, कबहूं भूलि न होइ।।६९।। ऐसी महिमा ग्यानकी, निहचै है घट मांहि।
मूरख मिथ्याद्रिष्टिसौं, सहज विलोकै नांहि।। ७०।। અર્થ:- જેવી રીતે રાત્રે દીપક ચારે તરફ પ્રકાશ પહોંચાડે છે અને ઘટ, પટ પદાર્થોને પ્રકાશિત કરે છે, પણ ઘટ-પટરૂપ થઈ જતો નથી. ૬૭. તેવી જ રીતે જ્ઞાન સર્વ શેય પદાર્થોને જાણે છે અને જ્ઞયાકાર પરિણમન કરે છે તો પણ પોતાના નિજસ્વભાવને છોડતું નથી. ૬૮. જ્ઞાનનો જાણવાનો સ્વભાવ સદા અચળ રહે છે, તેમાં કદી કોઈ પણ પ્રકારનો વિકાર થતો નથી અને ન તે કદી ભૂલથી પણ રાગદ્વિષ-મોહરૂપ થાય છે. ૬૯. નિશ્ચયનયથી આત્મામાં જ્ઞાનનો એવો મહિમા છે, પરંતુ અજ્ઞાની મિથ્યાદષ્ટિ આત્મસ્વરૂપ તરફ દેખતા પણ નથી. ૭).
અજ્ઞાની જીવ પરદ્રવ્યમાં જ લીન રહે છે (દોહરા) पर सुभावमैं मगन है, ठानै राग विरोध।
धरै परिग्रह धारना, करै न आतम सोध ।। ७१।। શબ્દાર્થ:- પર સુભાવ = આત્મસ્વભાવ વિનાના સર્વ અચેતન ભાવ. ઠાને = કરે. રાગ વિરોધ = રાગ દ્વેષ. સોધ = ખોજ.
અર્થ:- અજ્ઞાની જીવ પરદ્રવ્યોમાં મસ્ત રહે છે, રાગ-દ્વેષ કરે છે અને પરિગ્રહની ઇચ્છા કરે છે પરંતુ આત્મસ્વભાવની ખોજ કરતા નથી. ૭૧.
અજ્ઞાનીને કુમતિ અને જ્ઞાનીને સુમતિ ઊપજે છે (ચોપાઈ) मूरखकै घट दुरमति भासी।
पंडित हियें सुमति परगासी।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com