________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સર્વવિશુદ્ધિ દ્વાર
૨૮૧ સુબુદ્ધિ સાથે રાધિકાની તુલના ( સવૈયા એકત્રીસા) रूपकी रसीली भ्रम कुलफकी कीली सील ,
सुधाके समुद्र झीली सीली सुखदाई है। प्राची ग्यानभानकी, अजाची है निदानकी,
सुराची निरवाची ढौर साची ठकुराई है।। धामकी खबरदारि रामकी रमनहारि,
राधा रस-पंथनिके ग्रंथनिमैं गाई है। संतनकी मानी निरबानी नूरकी निसानी,
યાર્ને સવુદ્ધિ રાની રાધા વદી દૈા ૭૬ શબ્દાર્થ- કુલફ = તાળું, કીલી = ચાવી. ઝીલી = સ્નાન કરેલી. સીલી = ભીંજાયેલી. પ્રાચી = પૂર્વ દિશા. અજાચી = ન માગનારી. નિદાન = આગામી વિષયોની અભિલાષા. નિરવાચી (નિરવાચ્ય) = વચન-અગોચર. ઠકુરાઈ =
સ્વામીપણું. ધામ = ઘર. રમનારિ = મોજ કરનારી. રસ-પંથનિક ગ્રંથનિમેં = રસ-માર્ગના શાસ્ત્રોમાં. નિરબાની = ગંભીર. નૂરકી નિસાની = સૌંદર્યનું ચિત.
અર્થ- સુબુદ્ધિ આત્મસ્વરૂપમાં સરસ છે, રાધિકા પણ રૂપવતી છે. સુબુદ્ધિ અજ્ઞાનનું તાળું ખોલવાની ચાવી છે, રાધિકા પણ પોતાના પતિને શુભ-સંમતિ આપે છે. સુબુદ્ધિ અને રાધિકા બન્ને શીલરૂપી સુધાના સમુદ્રમાં સ્નાન કરેલી છે, બન્ને શાંતસ્વભાવવાળી સુખ આપનારી છે. જ્ઞાનરૂપી સૂર્યનો ઉદય કરવામાં બન્ને પૂર્વ દિશા સમાન છે, સુબુદ્ધિ આગામી વિષયભોગોની વાંછા રહિત છે, રાધિકા પણ આગામી ભોગોની યાચના કરતી નથી. સુબુદ્ધિ આત્મસ્વરૂપમાં સારી રીતે રાચે છે, રાધિકા પણ પતિ પ્રેમમાં લાગે છે. સુબુદ્ધિ અને રાધિકા રાણી બન્નેના સ્થાનનો મહિમા વચન-અગોચર અર્થાત્ મહાન છે, સુબુદ્ધિનું આત્મા ઉપર સાચું સ્વામિત્વ છે, રાધિકાની પણ પોતાના ઘર ઉપર માલિકી છે. સુબુદ્ધિ પોતાના ઘર અર્થાત્ આત્માની સાવધાની રાખે છે, રાધિકા પણ ઘરની દેખરેખ રાખે છે. સુબુદ્ધિ પોતાના આત્મરામમાં રમણ કરે છે, રાધિકા પોતાના પતિ કૃષ્ણની સાથે રમણ કરે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com