________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સર્વવિશુદ્ધિ દ્વાર
૨૮૩ तैसें जगत जीव स्वारथकौ,
करि उद्दिम चिंतवै उपाउ। लिख्यौ ललाट होई सोई फल ,
करम चक्रको यही सुभाउ।। ७८।। શબ્દાર્થ- ચિતચાઉ = ઉત્સાહ. સારિ = સોગઠી. ઉપાઉ ( ઉપાય) = પ્રયત્ન. લિખ્યો લલાટ = કપાળે લખ્યું હોય તે-પ્રારબ્ધ.
અર્થ- જેવી રીતે ચોપાટ રમનારો મનમાં જીતવાનો ઉત્સાહ રાખીને પોતાની બુદ્ધિના બળે સંભાળપૂર્વક બરાબર રીતે સોગઠી ગોઠવે છે, પણ દાવ તો પાસાને આધીન છે. તેવી જ રીતે જગતના જીવ પોતાના પ્રયોજનની સિદ્ધિ માટે પ્રયત્ન વિચારે છે પણ જેવો કર્મનો ઉદય હોય તેવું જ થાય છે, કર્મપરિણતિની એવી જ રીત છે. ઉદયાવળીમાં આવેલું કર્મ ફળ આપ્યા વિના અટકતું નથી. ૭૮.
વિવેક-ચક્રના સ્વભાવ ઉપર શેતરંજનું દષ્ટાંત (કવિ) जैसे नर खिलार सतरंजकौ,
समुझै सब सतरंजकी घात। चलै चाल निरखै दोऊ दल,
___ मौंहरा गिनै विचारै मात।। तैसैं साधु निपुन सिवपथमैं,
___लच्छन लखै तजै उतपात। साधै गुन चिंतवै अभयपद,
यह सुविवेक चक्रकी बात।।७९।। શબ્દાર્થ:- ઘાત = દાવ પેચ. નિરર્ખ = જુએ. મોંહરા = હાથી, ઘોડા વગેરે. માત = ચાલ બંધ કરવી-હુરાવવું.
અર્થ:- જેવી રીતે શેતરંજનો ખેલાડી શેતરંજના સર્વ દાવ-પેચ સમજે છે અને બન્ને દળ ઉપર નજર રાખીને ચાલે છે, અથવા હાથી, ઘોડા, વજીર, પ્યાદા,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com