________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૨
સમયસાર નાટક સુબુદ્ધિનો મહિમા અધ્યાત્મરસના ગ્રંથોમાં વખાણવામાં આવ્યો છે અને રાધિકાનો મહિમા શૃંગારરસ આદિ ગ્રંથોમાં કહેવામાં આવ્યો છે. સુબુદ્ધિ સાધુજનો દ્વારા આદરણીય છે, રાધિકા જ્ઞાનીઓ દ્વારા માન્ય છે. સુબુદ્ધિ અને રાધિકા બને ક્ષોભરહિત અર્થાત્ ગંભીર છે. સુબુદ્ધિ શોભાસંપન્ન છે, રાધિકા પણ કાંતિવાન છે. આ રીતે સુબુદ્ધિને રાધિકા રાનીની ઉપમા આપવામાં આવી છે. ૭૫.
કુમતિ અને સુમતિનું કાર્ય ( દોરા) वह कुबिजा वह राधिका, दोऊ गति मतिवानि।
वह अधिकारनि करमकी, वह विवेककी खानि।।७६ ।। અર્થ - કુબુદ્ધિ કુળ્યા છે, સુબુદ્ધિ રાધિકા છે, કુબુદ્ધિ સંસારમાં ભ્રમણ કરાવનારી છે અને સુબુદ્ધિ વિવેકવાળી છે. દુબુદ્ધિ કર્મબંધને યોગ્ય છે અને સુબુદ્ધિ સ્વ-પર વિવેકની ખાણ છે.૭૬.
દ્રવ્યકર્મ, ભાવકર્મ અને વિવેકનો નિર્ણય (દોહરા) दरबकरम पुग्गल दसा, भावकरम मति वक्र।
जो सुग्यानकौ परिनमन, सो विवेक गुरु चक्र।।७७।। શબ્દાર્થ:- દરબકર્મ (દ્રવ્યકર્મ) = જ્ઞાનાવરણીય આદિ. ભાવકર્મ = રાગ-દ્વેષ આદિ, મતિ વક્ર = આત્માનો વિભાવ. ગુરુ ચક્ર = મોટો સમૂહ.
અર્થ - જ્ઞાનાવરણીય આદિ દ્રવ્યકર્મ પુદ્ગલની પર્યાયો છે, રાગ-દ્વેષ આદિ ભાવકર્મ આત્માના વિભાવ છે અને સ્વ-પર વિવેકની પરિણતિ જ્ઞાનનો મોટો સમૂહુ છે. ૭૭.
કર્મના ઉદય ઉપર ચોપાટનું દષ્ટાંત (કવિ) जैसैं नर खिलार चौपरिकौ,
लाभ विचारि करै चितचाउ। धरै संवारि सारि बुधिबलसौं,
पासा जो कुछ परै सु दाउ।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com