________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સર્વવિશુદ્ધિ દ્વાર
૨૬૯ નથી અને શેય જ્ઞાન થઈ જતું નથી. આમ છતાં કોઈ મિથ્યામતી–વૈશેષિક આદિ કહે છે કે જ્ઞયાકાર પરિણમનથી જ્ઞાન અશુદ્ધ થઈ રહ્યું છે, તેથી તેઓ આ જ મૂર્ખાઈથી વ્યાકુળ થઈ ભટકે છે–વસ્તુસ્વભાવને ન સમજતાં ભ્રમમાં ભૂલેલા છે.
વિશેષ - વૈશેષિકોનો એકાંત સિદ્ધાંત છે કે જગતના પદાર્થો જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે, તેથી જ્ઞાન અશુદ્ધ થઈ જાય છે, જ્યાં સુધી અશુદ્ધતા નહિ મટે ત્યાં સુધી મુક્ત નહિ થાય. પરંતુ એમ નથી. જ્ઞાન સ્વચ્છ આરસી સમાન છે, તેના ઉપર પદાર્થોની છાયા પડે છે, તેથી વ્યવહારથી કહેવું પડે છે કે અમુક રંગનો પદાર્થ ઝળકવાથી કાચ અમુક રંગનો દેખાય છે, પણ વાસ્તવમાં છાયા પડવાથી કાચમાં કાંઈ પરિવર્તન થતું નથી, જેમનો તેમ બની રહે છે. ૫૦.
જગતના પદાર્થ પરસ્પર અવ્યાપક છે (ચોપાઈ) सकल वस्तु जगमैं असहाई।
वस्तु वस्तुसौं मिलै न काई।। जीव वस्तु जानै जग जेती।
- સોw fમન રદૈ સવ સેતા ફા શબ્દાર્થ:- અસહાઈ = સ્વાધીન. જેતી = જેટલી.
અર્થ - નિશ્ચયનયથી જગતમાં બધા પદાર્થો સ્વાધીન છે, કોઈ કોઈની અપેક્ષા રાખતા નથી અને ન કોઈ પદાર્થ કોઈ પદાર્થમાં મળે છે. જીવાત્મા, જગતના જેટલા પદાર્થો છે તેમને જાણે છે પણ તે બધા તેનાથી ભિન્ન રહે છે.
ભાવાર્થ- વ્યવહારનયથી જગતના દ્રવ્યો એકબીજાને મળે છે, એકબીજામાં પ્રવેશ કરે છે અને એકબીજાને અવકાશ આપે છે પણ નિશ્ચયનયથી સર્વ નિજાશ્રિત છે, કોઈ કોઈને મળતું નથી. જીવના પૂર્ણ જ્ઞાનમાં તે બધા અને અપૂર્ણ જ્ઞાનમાં યથાસંભવ જગતના પદાર્થો પ્રતિભાસિત થાય છે, પણ જ્ઞાન તેમને મળતું નથી અને ન તે પદાર્થો જ્ઞાનને મળે છે. પ૧.
वस्तु चैकमिह नान्यवस्तुनो येन तेन खलु वस्तु वस्तु तत्। निश्चयोऽयमपरो परस्य कः किं करोति हि बहिर्जुठन्नपि।।२०।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com