________________
૨૭૨
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
वस्तु सुभाव मिटै नहि क्यौंही ।
तातै खेद करै सठ यौंही ।। ५५ ।।
શબ્દાર્થ:- મલ = દોષ. ઉદ્દિમ
કોઈ પ્રકારે
અર્થ:- વૈશેષિક આદિ બ્રહ્મની જ્ઞેયાકાર પરિણતિને દોષ માને છે અને તેને મટાડવાનો પ્રયત્ન કરે છે, ત્યાં કોઈ પણ પ્રયત્ને વસ્તુનો સ્વભાવ મટી શકતો નથી તેથી તે મૂર્ખ નિરર્થક જ કષ્ટ કરે છે. ૫૫.
વળી-(દોહરા )
= પ્રયત્ન કર્યોહી
સમયસાર નાટક
=
मूढ़ मरम जान नहीं, गहै एकंत कुपक्ष ।
स्यादवाद सरवंग नै, मानै दक्ष प्रतक्ष ।। ५६ ।।
અર્થ:- અજ્ઞાનીઓ પદાર્થનું વાસ્તવિકપણું જાણતા નથી અને એકાંત કુટેવ પકડે છે, સ્યાદ્વાદી પદાર્થના સર્વ અંગોના જ્ઞાતા છે અને પદાર્થના સર્વ ધર્મોને સાક્ષાત્ માને છે.
ભાવાર્થ:- સ્યાદ્વાદ જ્ઞાનની નિરાકાર અને સાકાર બન્ને પરિણતિને માને છે. સાકાર તો તેથી કે જ્ઞાનની શૈયાકાર પરિણતિ થાય છે અને નિરાકાર એટલા માટે કે જ્ઞાનમાં શેયનિત કોઈ વિકાર થતો નથી. ૫૬.
સ્યાદ્વાદી સમ્યગ્દષ્ટિની પ્રશંસા (દોહરા )
सुद्धद्रिष्टि घटमांहि।
सुद्ध दरब अनुभौ करै, तातै समकितवंत नर, सहज उछेदक नांहि ।। ५७ ।।
=
શબ્દાર્થ:- ઘટ = હ્રદય ઉછેદક
લોપ કરનાર
અર્થ:- સમ્યગ્દષ્ટિ જીવ શુદ્ઘ દ્રવ્યનો અનુભવ કરે છે અને શુદ્ધ વસ્તુ જાણવાથી હૃદયમાં શુદ્ધ દૃષ્ટિ રાખે છે, તેથી તેઓ સાહજિક સ્વભાવનો લોપ કરતા નથી; અભિપ્રાય એ છે કે શૈયાકાર થવું એ જ્ઞાનનો સહજ સ્વભાવ છે. તેથી સમ્યગ્દષ્ટિ જીવના સ્વભાવનો લોપ કરતા નથી. ૫૭.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com