________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સર્વવિશુદ્ધિ દ્વાર
૨૬૭ तैसैं न करै न भुंजै अथवा करै सो भुंजै,
और करै और भुंजै सब नय प्रवांन है। जदपि तथापि विकलप विधि त्याग जोग,
निरविकलप अनुभौ अमृत पान है।।४८।। શબ્દાર્થ:- સંવારી = સજાવી. મુક્ત માલ = મોતીઓની માળા. વિગ્યાન = ચતુરાઈ. મગન = મસ્ત. અમૃત પાન = અમૃત પીવું તે.
અર્થ- જેમ કોઈ ચતુર મનુષ્ય મોતીની માળા બનાવી, માળા બનાવવામાં અનેક પ્રકારની ચતુરાઈ કરવામાં આવી, પરંતુ પહેરનાર માળા બનાવવાની કારીગીરી ઉપર ધ્યાન દેતો નથી, મોતીની શોભામાં મસ્ત થઈને આનંદ માને છે; તેવી જ રીતે જોકે જીવ ન કર્તા છે, ન ભોક્તા છે, જે કર્તા છે તે જ ભોક્તા છે, કર્તા બીજ છે, ભોક્તા બીજો છે; આ બધા નય માન્ય છે તો પણ અનુભવમાં આ બધી વિકલ્પ-જાળ ત્યાગવા યોગ્ય છે, કેવળ નિર્વિકલ્પ અનુભવનું જ અમૃતપાન કરવાનું છે. ૪૮.
કયા નયથી આત્મા કર્મોનો કર્તા છે અને કયા નયથી નથી. (દોહરા)
दरब करम करता अलख, यह विवहार कहाउ।
निहचै जो जैसौ दरब, तैसौ ताकौ भाउ।। ४९ ।। શબ્દાર્થ:- દરબ કરમ (દ્રવ્યકર્મ) = જ્ઞાનાવરણીય આદિ કર્મોની ધૂળ. અલખ = આત્મા. તાકી = તેનો. ભાઉ = સ્વભાવ.
અર્થ:- દ્રવ્યકર્મનો કર્તા આત્મા છે એમ વ્યવહારનય કહે છે, પણ નિશ્ચયનયથી તો જે દ્રવ્ય જેવું છે તેનો તેવો જ સ્વભાવ હોય છે અર્થાત્ અચેતન દ્રવ્ય અચેતનનો કર્તા છે અને ચેતનભાવનો કર્તા ચૈતન્ય છે. ૪૯.
व्यावहारिकदृशैव केवलं कर्तृ कर्म च विभिन्नमिष्यते। निश्चयेन यदि वस्तु चिन्त्यते कर्तृ कर्म च सदैकमिष्यते।।१८।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com