________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬૩
સર્વવિશુદ્ધિ દ્વાર
છ એ મતવાળાઓનો જીવ પદાર્થ વિષે વિચાર ( સવૈયા એકત્રીસા) एक जीव वस्तुके अनेक गुन रूप नाम ,
निजजोग सुद्ध परजोगसौं असुद्ध है। वेदपाठी ब्रह्म कहैं मीमांसक कर्म कहैं,
सिवमती सिव कहैं बौद्ध कहैं बुद्ध है।। जैनी कहैं जिन न्यायवादी करतार कहैं,
छहौं दरसनमें वचनको विरुद्ध है। वस्तुकौ सुरूप पहिचानै सोई परवीन,
વન મે માર્જ સોર્ફ મુદ્ધ દૈા કરૂ ા. શબ્દાર્થ:- નિજજોગ = નિજસ્વરૂપથી. પરજોગ = અન્ય પદાર્થના સંયોગથી. દરસન (દર્શન) = મત. વસ્તુકી સુરૂપ = પદાર્થનો નિજસ્વભાવ. પરવીન (પ્રવીણ) = પંડિત.
અર્થ:- એક જીવ પદાર્થના અનેક ગુણ, અનેક રૂપ, અનેક નામ છે, તે પરપદાર્થના સંયોગ વિના અર્થાત્ નિજસ્વરૂપથી શુદ્ધ છે અને પરદ્રવ્યના સંયોગથી અશુદ્ધ છે. તેને વેદપાઠી અર્થાત્ વેદાંતી બ્રહ્મ કહે છે, મીમાંસક કર્મ કહે છે, શૈવવૈશેષિક મતવાળા શિવ કહે છે, બૌદ્ધ મતવાળા બુદ્ધ કહે છે, જેનો જિન કહે છે, નૈયાયિક કર્તા કહે છે. આ રીતે છયે મતના કથનમાં વચનનો વિરોધ છે. પરંતુ જે પદાર્થનું નિજ-સ્વરૂપ જાણે છે તે જ પંડિત છે અને જે વચનના ભેદથી પદાર્થમાં ભેદ માને છે તે જ મૂર્ખ છે. ૪૩.
પાંચે મતવાળા એકાંતી અને જૈનો સ્યાદ્વાદી છે. ( સવૈયા એકત્રીસા) वेदपाठी ब्रह्म मांनि निहचै सुरूप गहैं,
मीमांसक कर्म मांनि उदैमैं रहत है।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com