________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬ર
સમયસાર નાટક પદાર્થની સિદ્ધિ થાય છે અને જેવી રીતે જુદા જુદા મોતી હારનું કામ આપતા નથી તેવી જ રીતે એક નયથી પદાર્થનું સ્વરૂપ સ્પષ્ટ થતું નથી, બલ્ક વિપરીત થઈ જાય છે. ૪).
વળી-(દોહરા) यथा सूत संग्रह बिना, मुक्त माल नहि होइ।
तथा स्यादवादी बिना, मोख न साधै कोइ।। ४१।। શબ્દાર્થ:- સંગ્રહ = એકઠા. મુક્ત માલ = મોતીની માળા.
અર્થ:- જેવી રીતે સૂતરમાં પરોવ્યા વિના મોતીઓની માળા બનતી નથી તેવી જ રીતે સ્યાદ્વાદી વિના કોઈ મોક્ષમાર્ગ સાધી શકતું નથી. ૪૧.
વળી-(દોહરા). पद सुभाव पूरब उदै, निहचै उद्यम काल।
पच्छपात मिथ्यात पथ, सरवंगी सिव चाल।। ४२।। શબ્દાર્થ- પદ = પદાર્થ. સુભાવ (સ્વભાવ) = નિજધર્મ. ઉધમ = પુરુષાર્થ. કાલ = સમય. પક્ષપાત = એક જ નયનું ગ્રહણ. સરપંગી = અનેક નયનું ગ્રહણ.
અર્થ- કોઈ પદાર્થના સ્વભાવને જ, કોઈ પૂર્વકર્મના ઉદયને જ, કોઈ માત્ર નિશ્ચયને, કોઈ પુરુષાર્થને અને કોઈ કાળને જ માને છે, પણ એક જ પક્ષની હઠ લેવી તે મિથ્યાત્વ છે અને અપેક્ષાથી સર્વનો સ્વીકાર કરવો તે સત્યાર્થ છે. ૪૨.
ભાવાર્થ - કોઈ કહે છે કે જે કાંઈ થાય છે, તે સ્વભાવથી જ અર્થાત પ્રકૃતિથી જ થાય છે, કોઈ કહે છે કે જે કાંઈ થાય છે તે પ્રારબ્ધથી થાય છે; કોઈ કહે છે કે એક બ્રહ્મ જ છે, ન કાંઈ ઉત્પન્ન થાય છે ન કાંઈ નષ્ટ થાય છે, કોઈ કહે છે કે પુરુષાર્થ જ મુખ્ય છે, કોઈ કહે છે કે જે કાંઈ કરે છે તે કાળ જ કરે છે; પરંતુ આ પાંચમાંથી કોઈ એકને જ માનવું બાકીના ચારનો અભાવ કરવો એ એકાંત છે.
कर्तुर्वेदयितुश्च युक्तिवशतो भेदोऽस्त्वभेदोऽपि वा
कर्ता वेदयिता च मा भवतु वा वस्त्वेव सञ्चिन्त्यताम्। प्रोता सूत्र इवात्मनीह निपुणैर्भेत्तुं न शक्या क्वचि
च्चिच्चिन्तामणिमालिकेयमभितोऽप्येका चकास्त्वेव नः।।१७।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com