________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૮
સમયસાર નાટક
બૌદ્ધો પણ જીવ દ્રવ્યને ક્ષણભંગુર કેવી રીતે માની બેઠા એનું કારણ બતાવે છે.
(સવૈયા એકત્રીસા) एक परजाइ एक समैमैं विनसि जाइ,
दूजी परजाइ दूजै समै उपजति है। ताकौ छल पकरिकै बौध कहै समै समै ,
नवौ जीव उपजै पुरातनकी छति है।। तातै मानै करमकौ करता है और जीव,
भोगता है और वाकै हिए ऐसी मति है। परजौ प्रवांनकौं सरवथा दरब जानें,
જેણે ફુરદ્ધિ અવસિ તુરાતિ ફ્રી રૂફાને શબ્દાર્થ:- પરજાઈ = અવસ્થા. પુરાતન = પ્રાચીન. છતિ (ક્ષતિ) = નાશ. મતિ = સમજણ. પરજ પ્રવાન = અવસ્થાઓ પ્રમાણે. દુરબુદ્ધિ = મૂર્ખ.
અર્થ - જીવની એક પર્યાય એક સમયમાં નાશ પામે છે અને બીજા સમયે બીજી પર્યાય ઉપજે છે એવો જૈનમતનો સિદ્ધાંત પણ છે તેથી તે જ વાત પકડીને બૌદ્ધમત કહે છે કે ક્ષણે ક્ષણે નવો જીવ ઉપજે છે અને જૂનો નાશ પામે છે. તેથી તેઓ માને છે કે કર્મનો કર્તા બીજો જીવ છે અને ભોક્તા બીજો જ છે. એમના મનમાં આવી ઉલટી સમજણ બેસી ગઈ છે. શ્રી ગુરુ કહે છે કે જે પર્યાય પ્રમાણે જ દ્રવ્યને સર્વથા અનિત્ય માને છે એવા મૂર્ખની અવશ્ય કુગતિ થાય છે.
વિશેષ:- ક્ષણિકવાદી જાણે છે કે જે માંસ ભક્ષણ આદિ અનાચારમાં વર્તનાર જીવ છે તે નષ્ટ થઈ જશે, અનાચારમાં વર્તનારને તો કાંઈ ભોગવવું જ નહિ પડે, તેથી મોજ કરે છે અને સ્વચ્છંદપણે વર્તે છે. પરંતુ કરેલું કર્મ ભોગવવું જ પડે છે. તેથી નિયમથી તેઓ પોતાના આત્માને મુગતિમાં નાખે છે. ૩૫.
वृत्त्यंशभेदतोऽत्यन्तं वृत्तिमन्नाशकल्पनात्। अन्यः करोति भुङ्क्तेऽन्य इत्येकान्तश्चकास्तु मा।। १५ ।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com