________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૯
સર્વવિશુદ્ધિ દ્વાર
દુર્બુદ્ધિની દુર્ગતિ જ થાય છે. (દોહરા) कहै अनातमकी कथा, चहै न आतम सुद्धि। रहै अध्यातमसौं विमुख, दुराराधि दुरबुद्धि ।। ३६ ।। दुरबुद्धी मिथ्यामती, दुरगति मिथ्याचाल।
गहि एकंत दुरबुद्धिसौं, मुक्त न होइ त्रिकाल।।३७।। શબ્દાર્થ- અનાતમ = અજીવ. અધ્યાતમ = આત્મજ્ઞાન. વિમુખ = વિરુદ્ધ. દુરારાધિ = કોઈ પણ રીતે ન સમજનાર. દુરબુદ્ધિ = મૂર્ખ.
અર્થ:- મૂર્ખ મનુષ્ય અનાત્માની ચર્ચા કર્યા કરે છે, આત્માનો અભાવ કહે છે-આત્મશુદ્ધિ ઇચ્છતો નથી. તે આત્મજ્ઞાનથી પરામુખ રહે છે, બહુ પરિશ્રમપૂર્વક સમજાવવા છતાં પણ સમજતો નથી. ૩૬. મિથ્યાષ્ટિ જીવ અજ્ઞાની છે અને તેની મિથ્યા પ્રવૃત્તિ દુર્ગતિનું કારણ છે, તે એકાંતપક્ષનું ગ્રહણ કરે છે અને એવી મૂર્ખાઈથી તે કદી પણ મુક્ત થઈ શકતો નથી. ૩૭.
દુર્બુદ્ધિની ભૂલ પર દષ્ટાંત (સવૈયા એકત્રીસા) कायासौं विचारै प्रीति मायाहीसौं हारि जीति,
लियै हठ रीति जैसैं हारिलकी लकरी। चंगुलकै जोर जैसैं गोह गहि रहै भूमि ,
त्यौंही पाइ गाडै पै न छाडै टेक पकरी।। मोहकी मरोरसौं भरमकौ न छोर पावै,
धावै चहुं वौर ज्यौं बढ़ावै जाल मकरी। ऐसी दुरबुद्धि भूली झूठकै झरोखे झूली,
फूली फिरै ममता जंजीरनिसौं जकरी।।३८।। શબ્દાર્થ- કાયા = શરીર. હઠ = દુરાગ્રહ. ગહિ રહે = પકડી રાખે. લકરી = લાઠી. ચંગુલ = પકડ. પાઈ ગાર્ડ = દઢતાથી ઊભો રહે છે. ટેક = હઠ. ધાર્વ = ભટકે.
અર્થ- અજ્ઞાની જીવ શરીર ઉપર સ્નેહ કરે છે, ધન ઓછું થાય ત્યાં હાર અને ધન વધે તેમાં જીત માને છે. હઠીલો તો એટલો છે કે જેવી રીતે હરિયલ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com