________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૪
સમયસાર નાટક भावकरम करतंव्यता, स्वयंसिद्ध नहि होइ। जो जगकी करनी करै, जगवासी जिय सोइ।।२३।। जिय करता जिय भोगता, भावकरम जियचाल। पुदगल करै न भोगवै, दुविधा मिथ्याजाल।।२४।। तातै भावित करमकौं, करै मिथ्याती जीव।
सुख दुख आपद संपदा, भुंजै सहज सदीव।। २५।। શબ્દાર્થ:- જુગલ (યુગલ) = બે. જિનાગમ (જિન+આગમ) = જિનરાજનો ઉપદેશ. જથાવત = વાસ્તવમાં. કર્તવ્યતા = કાર્ય. સ્વયંસિદ્ધ = પોતાની મળે. જગવાસી જિય = સંસારી જીવ. જિય ચાલ = જીવની પરિણતિ. દુવિધા = બન્ને તરફ ઝુકાવ હોવો. આપદ = ઇષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગ, સંપદા = અનિષ્ટ વિયોગ, ઈષ્ટ સંયોગ. ભુજૈ = ભોગવે.
અર્થ:- ક્રિયા એક અને કર્તા બે એવું કથન જિનરાજના આગમમાં નથી, અથવા કોઈની ક્રિયા કોઈ કરે, એમ પણ બની શકતું નથી. ર૧. ક્રિયા કોઈ કરે અને ફળ કોઈ ભોગવે એવું જિન-વચનમાં નથી કેમકે જે કર્તા હોય છે, તે જ વાસ્તવમાં ભોક્તા હોય છે. ૨૨. ભાવકર્મનો ઉત્પાદ પોતાની મેળે થતો નથી, જે સંસારની ક્રિયા-હુલન, ચલન, ચતુર્ગતિ ભ્રમણ આદિ કરે છે, તે જ સંસારી જીવ ભાવકર્મનો કર્તા છે. ૨૩. ભાવકર્મોનો કર્તા જીવ છે, ભાવકર્મોનો ભોક્તા જીવ છે, ભાવકર્મ જીવની વિભાવપરિણતિ છે. એનો કર્તા-ભોક્તા પુદ્ગલ નથી. પુદ્ગલ તથા જીવ બનેને (કર્તા-ભોક્તા) માનવા તે મિથ્યા જંજાળ છે. ૨૪. તેથી સ્પષ્ટ છે કે ભાવકર્મોનો કર્તા મિથ્યાત્વી જીવ છે અને તે જ તેના ફળ સુખ-દુ:ખ અથવા સંયોગ-વિયોગને સદા ભોગવે છે. ૨૫. કર્મના કર્તા-ભોક્તા બાબતમાં એકાંત પક્ષ ઉપર વિચાર. (સવૈયા એકત્રીસા) केई मूढ़ विकल एकंत पच्छ गहैं कहैं,
आतमा अकरतार पूरन परम है।
कर्मैव प्रवितर्य कर्तृ हतकैः क्षिप्त्वात्मनः कर्तृतां
कर्तात्मैष कथंचिदित्यचलिता कैश्चिच्छुतिः कोपिता। तेषामुद्धतमोहमुद्रितधियां बोधस्य संशुद्धये
स्याद्वादप्रतिबन्धलब्धविजया वस्तुस्थितिः स्तूयते।।१२।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com