________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
નિર્જરા દ્વાર
શબ્દાર્થ:- સુમતિ=સારી બુદ્ધિ. મુક્તિ પંથ=મોક્ષમાર્ગ.
અર્થ:- જ્ઞાનરૂપી દીપક મોહરૂપી અંધકારનો મળ નષ્ટ કરીને સુબુદ્ધિનો પ્રકાશ કરે છે અને મોક્ષમાર્ગ બતાવે છે. ૩૭.
જ્ઞાનરૂપી દીપકની પ્રશંસા. ( સવૈયા એકત્રીસા ) मैं धूमौ न लेस वातकौ न परवेस,
करम पतंगनिकौं नास करै पलमैं । दसाकौ न भोग न सनेहको संजोग जामैं,
मोह अंधकारकौ वियोग जाके थलमै ॥ जामैं न तताई नहि राग रकताई रंच,
लहलहै समता समाधि जोग जलमै । ऐसी ग्यान दीपकी सिखा जगी अभंगरूप,
૧૫૩
निराधार फुरी पै दुरी है पुदगलमै ।। ३८ ।।
શબ્દાર્થ:- ધૂમ=ધૂમાડો. વાતહવા. પરવેસ ( પ્રવેશ )=પહોંચ. દસા=બત્તી. સનેહ ( સ્નેહ )=ચીકાશ, ( તેલ વગેરે ). તતાઈ=ગરમી. રક્તાઈ-લાલાશ. અભંગ=અખંડ. ફુરી=સ્કુરાયમાન થઈ. દૂરી–દૂર.
અર્થ:- જેમાં જરા પણ ધૂમાડો નથી, જે પવનના ઝપાટાથી બુઝાઈ જતો નથી, જે એક ક્ષણમાત્રમાં કર્મરૂપી પંતગિયાંઓને બાળી નાંખે છે, જેમાં બત્તીનું ઢાંકણ નથી અને જેમાં ઘી, તેલ વગેરે આવશ્યક નથી, જે મોરૂપી અંધકારને મટાડે છે, જેમાં કિંચિત્ પણ આંચ નથી તેમ જ ન રાગની લાલાશ છે, જેમાં સમતા, સમાધિ અને યોગ પ્રકાશિત રહે છે તે જ્ઞાનની અખંડ જ્યોતિ સ્વયંસિદ્ધ આત્મામાં સ્ફુરિત થઈ છે- શરીરમાં નથી. ૩૮.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com